National

મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ ૩૬૯૦૨ નવા કેસ, મુંબઇમાં ૫૫૧૫

મહારાષ્ટ્રમાં આજે કોવિડ-૧૯ના નવા ૩૬૯૦૨ કેસો નોંધાયા હતા, જે રોગચાળો શરૂ થયો ત્યાર પછીનો સૌથી મોટો એક દિવસીય વધારો છે.રાજ્યના પાટનગર મુંબઇમાં પણ દિવસ દરમ્યાન પપ૧પ કેસોનો વિક્રમી વધારો જોવા મળ્યો હતો એમ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું.

રાજ્યમાં આ સાથે કુલ કેસો વધીને ૨૬૩૭૭૩પ થયા છે જે સાથે પોઝિટિવિટી રેટ વધીને ૧૩.૮૬ ટકા થયો છે. આજે ૧૧૨નાં મોત થવાની સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક પ૩૯૦૭ થયો છે. મુંબઇમાં આજે પપ૧૫ નવા કેસો નોંધાયા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

જ્યારે નજીકના કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નવા ૧૦૨૦ કેસો નોંધાયા છે જે પણ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. પુણે શહેર અને તેની પાડોશના પિંપરી ચિંચવાડમાં અનુક્રમે ૩૬૭૯ અને ૧૭૮૨ નવા કેસ નોંધાયા છે.

મરાઠવાડા પ્રદેશમાં ઔરંગાબાદ શહેરમાં ૧૫૬૩ નવા કેસ, જ્યારે નાંદેડ શહેરમાં ૬૧૭ નવા કેસ નોંધાયા છે. નાગપુર શહેર અને નાગપુર જિલ્લામાં ૩૦પપ અને ૧૧૦૨ કેસ અનુક્રમે નોંધાયા હતા.
આજે હોસ્પિટલોમાંથી ૧૭૦૧૯ દર્દીઓને રજા આપવામાં આવી હતી જ્યારે રાજ્યનો રિકવરીનો આંકડો સુધરીને ૨૩૦૦૦પ૬ થયો હતો. હવે આ રાજ્યમાં કુલ ૨૮૨૪૫૧ સક્રિય કેસો છે.

દરમ્યાન, કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને હોળી, ઇસ્ટર અને ઇદ જેવા આગામી તહેવારો દરમ્યાન કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ભીડ નિયંત્રિત કરવા જણાવ્યું છે. રાજ્યોને સ્થાનિક નિયંત્રણો અને લૉકડાઉનની છૂટ અપાઇ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top