ભારતમાં શનિવારે કોરોનાના નવા 24,882 કેસ નોંધાયા હતા. જે આ વર્ષના સૌથી વધુ દૈનિક કેસ છે. આ સાથે દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા 1,13,33,728 પર પહોંચી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ શનિવારે નોંધાયેલા કેસની સંખ્યા છેલ્લા 83 દિવસમાં સૌથી વધુ છે.
આ અગાઉ 20 ડિસેમ્બરે 26,624 જેટલા નવા કેસ નોંધાયા હતા.મંગળવારે સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા મંત્રાલયના આંકડા અનુસાર, કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 140 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 1,58,446 પર પહોંચી ગયો છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2,02,022 થઈ છે. તે કુલ ચેપના 1.74 ટકા છે. કોરોના સામે રિકવરી રેટ ઘટીને 96.82 ટકા થયો છે. તેમજ મૃત્યુદર 1.40 ટકા નોંધાયો છે. કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 1,09,73,260 થઈ ગઈ છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અનુસાર, દેશમાં શુક્રવારે 8,40,635 સેમ્પલના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધી કુલ 22,58,39,273 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કોરોનાના કારણે થયેલા 140 નવા મૃત્યુમાં મહારાષ્ટ્રના 56, પંજાબના 34 અને કેરળના 14 લોકોનો સમાવેશ થાય છે.