નવી દિલ્હી: અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે શેરબજારમાં એવું તોફાન આવ્યું કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30 શેર્સવાળા સેન્સેક્સમાં (Sensex) 800થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. સેન્સેક્સની જેમ નિફ્ટીમાં (Nifty) પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને 1 ટકાથી વધુ નીચે બંધ થયો હતો. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ (Iran-Israel War) વચ્ચે આ મોટા ઘટાડાથી 10 કંપનીઓના શેર્સમાં રોકાણ કરનારા રોકાણકારોને ભારે નુકસાન થયું છે.
સેન્સેક્સ અને નિફ્ટી ખરાબ રીતે તૂટ્યા બાદ સોમવારનો દિવસ રોકાણકારો માટે ખૂબ જ ખરાબ સાબિત થયો હતો. BSE સેન્સેક્સ 73,315.16ના સ્તરે ખૂલ્યો હતો અને બપોરે 3.30 વાગ્યે બજાર બંધ થયા બાદ તે 845.12 ટકાના ઘટાડા સાથે 73,399.78ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સની સાથે નિફ્ટી 50 પણ 246.90 પોઈન્ટના મજબૂત ઘટાડા સાથે 22,272.50 પર બંધ થયો હતો અને સોમવારે સવારે 9.15 કલાકે 22,339.05ના ઘટાડા સાથે ખુલ્યો હતો.
આ 10 કંપનીના શેર્સના રોકાણકારોએ પૈસા ગુમાવ્યા
સોમવારે શેરબજારમાં અંધાધૂંધી વચ્ચે સૌથી વધુ ઘટાડો મુકેશ અંબાણીની ફર્મ જિયો (Jio) ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં થયો. આ શેર 4.81 ટકા ઘટીને રૂ. 354.30 પર બંધ રહ્યો હતો. જ્યારે ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જીનો શેર 3.66 ટકા ઘટીને રૂ. 1815 પર બંધ થયો હતો. આ ઉપરાંત આઈઆરએફસી (IRFC) શેર 3.48 ટકાના ઘટાડા સાથે 140.25 રૂપિયા પર બંધ થયો હતો.
મિડ કેપ શેર્સની વાત કરીએ તો એસજેવીએન (SJVN) શેર 5.08 ટકા ઘટીને 124.20, મેક્સ હેલ્થકેર શેર 4.26 ટકા ઘટીને 833.35 અને મહિન્દ્રા ફાઇનાન્સ શેર 4.17 ટકા ઘટીને 290.80 પર બંધ થયો હતો. સ્મોલ કેપ કંપનીઓના શેર પણ ખરાબ રીતે તૂટ્યા હતા અને ઘટતા બજારમાં શરૂઆતથી અંત સુધી લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આમાં સૌથી મોટો ઘટાડો NBCCનો શેર હતો જે 5.73 ટકા ઘટીને 125.95, KEC ઇન્ટરનેશનલ સ્ટોક 5.71 ટકા ઘટીને 704.10 અને કેસ્ટ્રોલ ઇન્ડિયાનો શેર 5.66 ટકા ઘટીને 210.80 પર બંધ થયો હતો.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ બાદ આ શેર્સની કિંમતમાં ઘટાડો થયો
શેરબજારમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધેલા તણાવની અસર કેટલીક કંપનીઓના શેર પર પણ જોવા મળી રહી છે. ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સ પણ આમાં સામેલ છે. હકીકતમાં અદાણીનું ઇઝરાયેલ સાથે ખાસ જોડાણ છે અને આ કંપની ત્યાં મોટો બિઝનેસ ધરાવે છે.
વર્ષ 2022 માં જ અદાણી પોર્ટ્સ અને SEZ (APSEZ) એ સંયુક્ત સાહસમાં ઇઝરાયેલના હાઇફા પોર્ટના ખાનગીકરણ માટે ટેન્ડર જીતી લીધું હતું. આ ટેન્ડર લગભગ 1.8 બિલિયન ડોલરનું હતું. આ સાહસમાં અદાણી પોર્ટનો 70 ટકા હિસ્સો છે. યુદ્ધના સમાચારને કારણે સોમવારે અદાણી પોર્ટ શેર 2.06 ટકા વધીને 1316.50 પર બંધ થયો હતો.