Vadodara

ગ્રામ પંચાયતની 260 બેઠક માટે 80% મતદાન

વડોદરા: વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું 7:00 થી સાંજના ૬ કલાક સુધી મતદાન યોજાયું હતું વડોદરા જિલ્લામાં કુલ ૨૭ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન બેલેટ પેપરથી થયું હતું.

વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 576 મતદાન મથકો પર 2 લાખ એકવીસ હજાર 222 પુરુષ અને 2 લાખ સાત હજાર 379 સ્ત્રી અને અન્ય મતદાર સહિત કુલ 4 ,28, 602 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર હતા વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી કામગીરી માટે 68 ચૂંટણી અધિકારી 68 મદદનીશ ચૂંટણી અધિકારી 3219 પોલીસ સ્ટાફ અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે 1292 પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી ચૂંટણી માટે 883 પેટીઓ માટે ઉપયોગમાં લેવામાં આવી હતી.  સવારના 7 વાગ્યે શરૂ થયેલા મતદાન માં ઓછી સંખ્યામાં મતદારો નીકળ્યા હતા. ત્યાર બાદ બપોરે   મતદારોની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો હતો. જે સાંજે 5 વાગ્યા સુધી વધતો રહ્યો હતો ગ્રામ્ય કક્ષાએ વધુ લોકો પોતાનાગામના ઉમેડવાર જીતાડવામાટે મતદાન કરવા માટે આવી રહ્યા હતા.

 સાંજના 5 વાગ્યા સુધી 76.14 મતદાન થયું હતું . અંતિમ એક કલાકમાં વધુ લોકોને મતદાન  કરવામાટે પ્રયાસો હાથ ધરવામાં આવતા 5 ટકાજેટલું મતદાન વધી શકે તેમ લાગી રહ્યું છે જેથી  80 ટકા સુધી મતદાન થવાની શકયતા લાગી રહી છે. જ્યારે બે બેઠકોની પેટા ચૂંટણી માટે પણ 5 વાગ્યા સુધી 84.23 ટકા અભૂતપૂર્વ મતદાન થતા બંને બેઠકો માટે 89 ટકા સુધી પહોંચે તેમ લાગી રહ્યું છે. એક રીતે જોતા રવિવારે ગ્રામ પંચાયત ચુંટણી  શાંતિપૂર્ણ માહોલમાં  પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી  તારીખ 21 મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. મતગણતરી આઠ સ્થળોએ 27 હોલમાં થશે . જેમાં 668 જેટલા કર્મચારીઓ જોડાશે. મતગણતરી ના સ્થળો પર 465 જેટલા પોલીસકર્મીઓ ફરજ પર તૈનાત રહેશે. ઉપરાંત 65 આરોગ્યકર્મીઓ સહિત 169 સેવકો મતગણતરી દરમિયાન ફરજ બજાવશે.

Most Popular

To Top