ગરીબો પ્રત્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને અનુરૂપ, ભારત સરકારે અગાઉની ‘પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (પીએમ-જીકેએવાય) મુજબ જ રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા કાયદા- નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, 2013 હેઠળ આવરી લેવાયેલા આશરે 80 કરોડ લાભાર્થીઓને મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આગામી બે મહિના માટે એટલે કે મે અને જૂન 2021માં એનએફએસએ અનાજ ઉપરાંતનું મફત અનાજ ફાળવવાનું નક્કી કર્યું છે.
આ ખાસ યોજના (પીએમજીકેએવાય) હેઠળ, એનએફએસએની બેઉ કેટેગરીઓ- અંત્યોદય અન્ન યોજના (એએવાય) અને પ્રાયોરિટી હાઉસહૉલ્ડર્સ (પીએચએચ) હેઠળ એનએફએસએના આશરે 80 કરોડ લાભાર્થીઓને એનએફએસએ હેઠળ નિયમિત માસિક અનાજ મળે છે એ ઉપરાંત વ્યક્તિ દીઠ 5 કિલોના માપે મફત અનાજ (ઘઉં/ચોખા)નો વધારાનો જથ્થો પૂરો પાડવામાં આવશે.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્રીય મદદના ભાગરૂપે અનાજ, આંતરરાજ્ય પરિવહન ઇત્યાદિ પાછળ રૂ. 26000 કરોડથી વધારાનો સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર વહન કરશે.