નવી દિલ્હી, તા. 28 બજેટમાં 80સી હેઠળની કરકપાત દોઢ લાખથી વધીને 3 લાલાખ થઈ શકે છે. ટેક્સ નિષ્ણાત અનુસાર, સેક્શન 80-સી હેઠળ રોકાણની મર્યાદા છેલ્લા 18 વર્ષમાં 1થી 1.5 લાખ થઈ છે. જો ફુગાવાનો દર 6 ટકા માની લઈએ તો તે ઓછામાં ઓછું 3 લાખ રૂપિયા હોવું જોઈએ. ઇન્ડસ્ટ્રી ચેમ્બર ફિક્કીએ પણ આ મર્યાદા વધારીને 3 લાખ કરવાની માગ કરી છે.
આવકવેરાની કલમ 80-સી હેઠળ કરપાત્ર આવકમાંથી 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કપાત કરી શકાય છે. એટલે કે તેના બદલે આવકવેરાની છૂટ મેળવી શકાય છે. જો કોઈની વાર્ષિક આવક રૂ. 6 લાખ હોય તો તેણે 80-સી હેઠળ રોકાણનાં સાધનોમાં 1.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો તેની કરપાત્ર આવક રૂપિયા 4.5 લાખ ગણવામાં આવશે.
આ વર્ષે બજેટ અંગેની ચર્ચાઓ પરથી લાગી રહ્યું છે કે, આ બજેટમાં કરદાતાઓને કુલ ટેક્સની આવકમાંથી રૂ. 50,000 થી 80,000 સુધીની રાહત મળી શકે છે. સરકાર જૂની આવકવેરા નિયમ હેઠળ માનક કપાતમાં વધારો કરી શકે છે અને નવા સ્લેબમાં ફેરફાર કરી શકે છે. સરકાર તેને લોકપ્રિય વધારવા આવતા બજેટમાં કર બચાવવા નવા સ્લેબ રેટમાં કેટલાક ફેરફારોની જાહેરાત કરી શકે છે.