Gujarat

વડાપ્રધાન કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને આજે ઓનલાઇન લીલીઝંડી આપશે

ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા (Kevadia) સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ૮ ટ્રેનોને (Train) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. તેમજ ગુજરાતમાં રેલવેને (Gujarat Railway) લગતા અન્ય કેટલાક પ્રોજેકટસનું પણ ઉદ્ઘાટન કરાશે. આ પ્રસંગે કેવડિયા ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ જોડાશે.

વડાપ્રધાન દ્વારા ડભોઇ-ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, ચાંદોદ- કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઈન, પ્રતાપનગર- કેવડિયા નવા વિધુતીકરણ રેલ ખંડ તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓ ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે.

આ પ્રોજેક્ટસના નિર્માણ થકી નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે. જેના પરિણામે નજીકના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે. નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળો સાથે પણ આ ટ્રેનોને જોડવામાં આવશે જેના લીધે આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસ માટે પ્રેરક બની રેહશે અને સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પર્યટનમાં પણ વધારો થશે.

કેવડિયા પહોંચ્યા પહેલાં જ મુસાફરોને થશે આહલાદક અનુભવ

અમદાવાદથી કેવડિયા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થનારી જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોને આહલાદક અનુભવ થશે. ટ્રેનમાં આજુબાજુ અને ઉપર કાચ લગાવ્યા છે જેથી કાચમાંથી ઉપર અને આસપાસનો નજારો જોઇ શકાય. આ ટ્રેનમાં આધુનિક વિસ્ટા ડોમ ટૂરિસ્ટ કોચ બનાવાયા હશે. જેમાં બેસીને પર્યટકો પ્રવાસમાં કુદરતી દ્રશ્યોનાં નયનરમ્ય નજારાઓ પણ જોઇ શકશે. પર્યટકોને આકર્ષવા માટે રેલવે દ્વારા ચેન્નાઇની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં એલએચબી વિસ્ટાડોમ કોચ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક કોચ અમદાવાદને ફાળવવામાં આવશે. આરામદાયક 44 સીટ આ વિસ્ટાડોમ કોચમાં હશે. કોચની 180 ડિગ્રી સુધી ફરી શકે તેવી હોવાથી પેસેન્જરો સીટ પર બેઠા બેઠા જ ચારે બાજુનો નજારો જોવાની સાથે ફોટોગ્રાફી પણ કરી શકાશે.

ટ્રેનમાં હશે આ સુવિધાઓ

તેમજ વિસ્ટા ડોમ કોચના પ્રવાસીઓ માટે વાઇફાઇની સુવિધા હશે. આ ઉપરાંત સ્મોક ડિટેક્શન સાથે સાઉન્ડ સિસ્ટમ, લગેજ રાખવા માટે મોટા સ્ટીલના પાર્ટીશન અને ઓટો ડોરની સુવિધા ધરાવતા આ કોચમાં મિની પેન્ટ્રી, હોટકેસ, માઇક્રોવેવ ઓવન, કોફી મનીશ અને ફ્રિઝની સુવિધા પણ મળશે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top