સુરત(Surat): આગામી 17 મી જુલાઈએ નીટ(NEET)ની પરીક્ષા(Exam) છે. જેના પગલે વિશેષ તૈયારી(Preparation) કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર(Police Commissioner) અજય કુમાર તોમર અને દક્ષિણ ગુજરાત(South Gujarat)ના એડિશનલ(Additional) ડીજીપી(DGP) રાજકુમાર પાંડીયન દ્વારા વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં ટ્રાફિક સમસ્યાને સર્જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. વિશેષ તકેદારી રૂપે ટ્રાફિક સેન્ટર પાસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં એડિશનલ ડીજીપી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી હોય તો જિલ્લા પોલીસ વડા અને એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડીયન સંપર્ક કરવાનું જણાવ્યું છે.
સુરત શહેરનાં 8,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટ અને યોજીસી પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી જેમાં 17 જુલાઈના રવિવારે બપોરે બે થી સાંજે 5:20 સુધી પેન એન્ડ પેપર મોડ સાથે નીટ યુજીની પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ ફોટોગ્રાફ પરીક્ષા કેન્દ્રની વિગત સેલ્ફ ડિકલેરેશન સહિતની વિગત સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ લેવામાં આવશે. એડમિટ કાર્ડ પર નિર્ધારિત જગ્યાએ વાલીની સહિ કરવાની રહેશે તેમજ વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક હાજરી ફરજિયાત છે. આ સંદર્ભે સુરત શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા સુરત શહેરમાં 8,000 વિદ્યાર્થી તેમજ દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવાના હોવાના લીધે વિશેષ તકેદારી ના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પરીક્ષા કેન્દ્ર પાસે ગોઠવી દેવામાં આવ્યો છે
સુરત રેલ્વે સ્ટેશન અને બસ સ્ટોપ પર ખાસ તકેદારી
પરીક્ષા આપવા માટે આવતા વિદ્યાર્થીઓને સુરત રેલ્વે સ્ટેશન અને બસ સ્ટોપ તેમજ અન્ય વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા સર્જાય નહિ તે માટે વિશેષ રૂપે સુરત શહેરના નાયબ પોલીસ કમિશનર સેક્ટર વનના ઉષાબેન રાડા અને સેક્ટર 2 ના અમિતા વનાણી ટ્રાફિકની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ અલગ અલગ સેન્ટર પર નીટ ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીનો કોઈ પ્રકારનું ટ્રાફિક અડચણ નહીં થાય અને ટ્રાફિકના લીધે એકઝામ ચૂકી નહીં જ હોય તેની વિશેષ તકેદારી રાખી છે. દક્ષિણ ગુજરાતના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન દ્વારા દક્ષિણ ગુજરાતના તાપી ડાંગ નવસારી વલસાડ સુરત જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને હાઇવે પર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રથી વાલીઓને દૂર રાખવા અનુરોધ
કોઈ ગામમાંથી નીટની એક્ઝામ આપવા કોઈ વિદ્યાર્થીને પ્રોબ્લેમ થતો હોય તેને જિલ્લા વડા અથવા એડિશનલ ડીજીપી રાજકુમાર પડીયાન સંપર્ક કરવાનું જણાયું હતું જેથી કરીને વિદ્યાર્થીનું ભવિષ્ય નહીં બગડે અને વિદ્યાર્થીને સમયસર કેન્દ્ર પર પહોંચાડવા માટેની પણ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું નીટ ની પરીક્ષા નું મહત્વ ઘણું હોય છે જેને લઈને વિદ્યાર્થી સાથે વાલી પણ ત્યાં સેન્ટર પાસે ઊભા રહેતા હોય છે જેના કારણે માહોલ ઘણીવાર ખરાબ થતો હોય છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણરૂપ થતું હોય છે તેમાં સુરત શહેર પોલીસ કમિશનર અને દક્ષિણ ગુજરાતના એડિશનલ ડીજીપી દ્વારા વિશેષ કરીને પરીક્ષા કેન્દ્રથી વાલીઓને પણ દૂર રાખવાનો અનુરોધ કર્યો છે