SURAT

સુરત એરપોર્ટ પર ફ્લાઈટના સમય બદલાયા છે, એરપોર્ટ પર જતા પહેલાં નવું ટાઈમટેબલ જોઈ લો..

સુરત: જો તમે આ દિવાળી વેકેશનમાં સુરતથી બાય એર કશેક જવા માંગતા હોવ અને ફ્લાઈટનું બુકિંગ કરાવી દીધું હોય તો જરા એક વાર નવા ટાઈમટેબલ પર નજર કરી લેજો. ખાનગી એરલાઈન્સ સ્પાઈસ જેટ દ્વારા વિન્ટર શિડ્યૂલના ટાઈમટેબલમાં ચેન્જ કરવામાં આવ્યો છે. સુરત એરપોર્ટ પરથી ડોમેસ્ટીક એરલાઈન્સ ઓપરેટ કરતી સ્પાઈસ જેટની 8 ફ્લાઈટ નવા ટાઈમ ટેબલ અનુસાર ઉડાન ભરશે. એકવાર તમારે નવા સમયપત્રક પર નજર કરી લેવી આવશ્યક છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશન (DGCA) દ્વારા વિન્ટર શિડ્યૂલ (Winter Schedule ) મંજૂર કરવામાં આવ્યું છે, તે મુજબ સ્પાઇસ જેટ એરલાઇન્સ (Spice Jet) સુરત એરપોર્ટથી (Surat Airport) નવા બદલાયેલા સમય પ્રમાણે 8 ફ્લાઇટ ઓપરેટ કરશે. ઓક્ટોબર-2021થી માર્ચ-2021માં 8 ફ્લાઇટ ઓપરેટ કરશે. જયપુર-સુરત, હૈદરાબાદ-સુરત, દિલ્હી-સુરત, ગોવા- સુરત, સુરત-ગોવા, સુરત-હૈદરાબાદ, સુરત-દિલ્હી અને સુરત-જયપુરની ફ્લાઇટ ઓપરેટ કરશે. 6 ફ્લાઇટ ડેઇલી અને 2 ફ્લાઇટ વિકલી રહેશે.

જયપુરની ફ્લાઇટ 31 ઓક્ટોબરથી 10 જાન્યુઆરી સુધી ડેઇલી થવા સાથે સુરત એરપોર્ટ 08:45 કલાકે આવી 10:20 કલાકે જશે. જ્યારે હૈદરાબાદની ફ્લાઇટ 31 ઓક્ટોબરથી 26 માર્ચ સુધી મંગળવાર, ગુરૂવાર, શનિવાર અને રવિવારે ચાલશે. સુરત એરપોર્ટ પર 12:55 કલાકે આવીને 14ઃ30 જશે. દિલ્હીની ફ્લાઇટ પહેલી નવેમ્બરથી 25 માર્ચ સુધી ડેઇલી થવા સાથે સુરત એરપોર્ટ પર 15:10 કલાકે આવીને 16:35 કલાકે જશે. ગોવાની ફ્લાઇટ 31 ઓક્ટોબરથી 26 માર્ચ સુધી ડેઇલી થવા સાથે સુરત એરપોર્ટ પર 19ઃ05 કલાકે આવીને 20ઃ50 કલાકે જશે.

નોંધનીય છે કે, કોરોના મહામારીના (Covid-19) લીધે છેલ્લાં દોઢ વર્ષ કરતા વધુ સમયથી સુરત એરપોર્ટ પર ડોમેસ્ટીક એરકનેક્ટિવીટી અનિયમિત રહી છે. કોવિડ-19ના બીજી વેવ નરમ પડી ત્યાર બાદ ગયા જુલાઈ મહિનાથી ધીમી ગતિએ તબક્કાવાર વિવિધ ખાનગી એરલાઈન્સ દ્વારા ડોમેસ્ટીક ફ્લાઈટ્સના ઓપરેશન શરૂ કરાયા છે. હવે વિન્ટર શિડ્યૂલમાં મોટા ભાગની કંપનીઓ પહેલાંની જેમ સુરત એરપોર્ટ પર ઓપરેશન્સ વધારવા પર ભાર મુકી રહી છે. તે જોતાં દિવાળી સુધીમાં સુરત એરપોર્ટ પર લગભગ પહેલાંની જેમ તમામ ફ્લાઈટ્સ ઓપરેટ થવા માંડે તેવી શક્યતા છે.

પુણે એરપોર્ટ બંધ હોવાથી સુરત મુંબઇની ફ્લાઇટ 29મી સુધી ચાલશે

પુણે એરપોર્ટ બંધ હોવાથી સ્પાઇસ જેટ એરલાઇન્સ 29 ઓક્ટોબર સુધી સુરત-મુંબઇની ફ્લાઇટ ચલાવશે. જેમાં 24મી ઓક્ટોબર સુધી સોમ, બુધ, ગુરૂ, શુક્ર અને રવિ એમ પાંચ દિવસ રહેશે. ત્યારબાદ 25થી 29 ઓક્ટોબર સુધી સોમ, મંગળ, બુધ, ગુરૂ અને શુક્ર એમ પાંચ દિવસ ઓપરેટ કરશે. મુંબઇની ફ્લાઇટ સુરત એરપોર્ટ પર 12:10 કલાકે આવશે અને 13:15 કલાકે જશે.

Most Popular

To Top