પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળ(West Bangla)ના જલપાઈગુડી(Jalpaiguri)માં દુર્ગા(Durga ) મૂર્તિ વિસર્જન(dissolution) દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. સ્થાનિક માલ નદીમાં અચાનક પૂર આવતા 8 લોકો ડૂબી(Drowned) ગયા હતા. જ્યારે અનેક ઘણા લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. જ્યારે અનેક લોકો વિસર્જન સમારોહમાં હાજરી આપવા માટે માલ નદીના કિનારે એકઠા થયા હતા.
તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય શરુ
ડીએમ મૌમિતા ગોદરાએ કહ્યું, અત્યાર સુધી આઠ મૃતદેહો મળી આવ્યા છે અને અમે લગભગ 50 લોકોને બચાવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે. NDRF, SDRF, પોલીસ અને સ્થાનિક પ્રશાસન બચાવ કાર્યમાં લાગેલા છે. બીજી તરફ જલપાઈગુડીના એસપી દેવર્ષિ દત્તાએ જણાવ્યું કે 20-25 લોકો હજુ પણ ગુમ છે. અકસ્માતની માહિતી મળતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
કેટલાકને નજીકમાં ઉભેલા લોકોએ બચાવી લીધા હતા
વાસ્તવમાં માલ નદીમાં દુર્ગા મૂર્તિના વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારબાદ અચાનક માલા નદીમાં પાણીનું સ્તર વધવા લાગ્યું. એકાએક પાણીનો ધસારો થયો હતો. નદીના જોરદાર પ્રવાહ વચ્ચે દુર્ગા મૂર્તિ વિસર્જન માટે અનેક લોકો ઉમટી પડ્યા હતા. જોરદાર કરંટમાં 40થી વધુ લોકો વહી ગયા હતા. જ્યારે કેટલાકને નજીકમાં ઉભેલા લોકોએ બચાવી લીધા હતા.
બચાવ કાર્ય માટે જેસીબીની મદદ લેવાઈ
હાલમાં વહીવટી તંત્રની તત્પરતાના કારણે જેસીબીની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ પહાડ પરથી પાણી ઝડપથી વહી રહ્યું હોવાથી લોકોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જલપાઈગુડીના ડીએમ મૌમિતા ગોદારા બસુ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઘાયલોને મોલ સુપર સ્પેશિયાલિટી અને મોલ વિભાગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
માત્ર બે મિનિટમાં પૂર આવ્યું, બચવાનો મોકો જ ન મળ્યો
એવું કહેવાય છે કે માલ નદી એક પહાડી નદી છે. નદીના પાણીના સ્તરમાં વધારો થતાં વહીવટીતંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે એકથી બે મિનિટમાં પાણી લોકો સુધી પહોંચી ગયું હતું. આનાથી વહીવટીતંત્ર અને લોકોને બચવાની તક મળી ન હતી. મળતી માહિતી મુજબ નદીની બીજી બાજુથી 13 લોકોને બચાવી લેવાયા છે.