Business

બજેટ 2023માં 20 લાખ કરોડની કૃષિ લોન સહિત ખેડૂતો માટે 8 મોટી જાહેરાતો

નવી દિલ્હી: દેશના નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે 01 ફેબ્રુઆરીએ સંસદમાં સામાન્ય બજેટ (Budget) રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે શિક્ષણ, પર્યટન સહિત અનેક ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. બજેટમાં ગ્રીન એગ્રીકલ્ચર, બાજરી, કૃષિ ધિરાણ, ડિજિટલ ટેક્નોલોજી સાથે ખેતી, પશુપાલન, મત્સ્યોદ્યોગ, સહકાર દ્વારા સમૃદ્ધિ વગેરે પર સરકારનું ફોક્સ હતું.

  • નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ઉચ્ચ ગુણવત્તાવાળા બાગાયતી પાકો માટે રોગમુક્ત અને ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રીની ઉપલબ્ધતા વધારવાના ઉદ્દેશ્ય સાથે આત્મનિર્ભર સ્વચ્છ પત કાર્યક્રમ રૂ. 2,200 કરોડના પ્રારંભિક ખર્ચ સાથે શરૂ કરવામાં આવશે.
  • સરકાર આગામી ત્રણ વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરશે અને ખેતી માટે મદદ કરશે. આ માટે, 10,000 બાયો-ઇનપુટ રિસોર્સ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે, જે રાષ્ટ્રીય સ્તરે વિતરિત સૂક્ષ્મ ખાતર અને જંતુનાશક ઉત્પાદન નેટવર્ક બનાવશે. ખેડૂતોને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવશે.
  • આગામી એક વર્ષ મોફત અનાજ યોજના ચાસુ રહેશે. ભારતને ‘શ્રી અન્ના’ માટે વૈશ્વિક હબ બનાવવાના હેતુથી, ઈન્ડિયન મિલેટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ હૈદરાબાદને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રથાઓ, સંશોધન અને ટેક્નોલોજીમાં વેગ આપવા માટે એક સેન્ટર ઑફ એક્સલન્સ તરીકે પ્રમોટ કરવામાં આવશે.
  • પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગને ધ્યાનમાં રાખીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે.
  • PM મત્સ્ય સંપદા યોજનાની નવી પેટા યોજના 6,000 કરોડના લક્ષ્યાંકિત રોકાણ સાથે શરૂ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય માછલી ખેડૂતો, માછલી વિક્રેતાઓ અને સૂક્ષ્મ અને નાના પાયાના ઉદ્યોગોને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે. આનાથી વેલ્યુ ચેઇનની કાર્યક્ષમતામાં સુધારો થશે અને માર્કેટ એક્સેસમાં વધારો થશે.
  • કૃષિ-ટેકનોલોજી ઉદ્યોગ અને સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવા માટે જરૂરી ટેકો આપવા અને ખેડૂત કેન્દ્રિત સોલ્યુશન્સ પૂરા પાડવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ માટે ડિજિટલ જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે.
  • સરકારે રૂ. 2,516 કરોડના રોકાણ સાથે 63,000 પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (PACS)ના કોમ્પ્યુટરાઇઝેશનનું કામ હાથ ધર્યું છે.
  • મોટા પાયે વિકેન્દ્રિત સંગ્રહ ક્ષમતા વધારવાની જોગવાઈ કરવામાં આવી છે, જે ખેડૂતોને તેમની ઉપજને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં અને યોગ્ય સમયે યોગ્ય ભાવે વેચવામાં મદદ કરશે. કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે

Most Popular

To Top