વડોદરા : ભાજપના મહિલા કોર્પોરેટર ની એનિવર્સરી માં કેક કટિગ કરતા પતિ સહિત શુભેચ્છક કાર્યકર્તાઓએ માસ્ક નહિ પહેરી સોશિયલ ડિસ્ટન્ટ નહીં જાળવી સરકારી ગાઈડલાઉન ના લીરે લીરા ઉડાડયા. જોકે અનેક વાર ના કાર્યકર્તાઓ અને શરીફ નેતાઓ કોરોના ગાઈડ લાઇનનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા હતા. શહેર પોલીસ માટે ભારતીય જનતા પાર્ટી માટે કોરોના ના ગાઈડ લાઈનના ભંગ માટેના કાયદા અલગ અને આમ જનતા લોકોના ગાઈડલાઈન નો ભંગ કરે તો એના માટે કાયદા અલગ-અલગ જોવા મળી રહ્યા છે.
ટિમ રિવોલ્યુશન ના સ્વેજલ વ્યાસે ગણેશ મંડળ સાથે મીટીંગ યોજી હતી જેમાં કોરો ના ગાઉડ લાઈન નું ભગ કરી અટકાયત કરવામાં આવી હતી જયારે બીજી બાજુ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે.વોર્ડ નંબર 6 હેમિષા ઠક્કર કેક કટિગ બાદ હવે વોર્ડ 7ના મહિલા કોર્પોરેટર પોતાની મેરેજ એનિવર્સરીની જાહેરમાં ઉજવણી કરતા વિવાદમાં ઘેરાયા છે. શહેરમાં પણ કોરોના ના કેસો ઘટી રહ્યા છે.જોકે બીજી તરફ કોરોના ની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.એક તરફ તમામ ધાર્મિક તહેવારોનો પ્રારંભ થયો છે. ભાજપ પક્ષ ના મહિલા કોર્પોરેટર ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કર્યા હોવાનો વધુ એક કિસ્સો સામેં આવ્યો છે.
શહેરના વોર્ડ નંબર 7 ના મહિલા કોર્પોરેટર શ્વેતાબેન ચૌહાણની મેરેજ એનિવર્સરી નિમિત્તે તેમના પતિ સહિત તેમના શુભેચ્છકો દ્વારા જાહેરમાં રાત્રી દરમ્યાન માર્ગ પર કેક કટિંગ સેરેમની ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમિયાન કેક કટિંગ સેરેમનીમાં ભાજપના મહિલા નગરસેવક શ્વેતાબેન ચૌહાણ તેમના પતિ સહિત તેમના શુભેચ્છક કાર્યકર્તાઓએ માસ્ક નહિ પહેરી સોશિયલ ડિસ્ટન્ટ નહીં જાળવી સરકારી ગાઈડલાઉન ના લીરે લીરા ઉડાડયા હતા. ત્યારે જોવાનું તે રહ્યું કે ફક્ત સામાન્ય પ્રજાને દંડતી શહેર પોલીસ ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ કાર્યવાહી કરી પગલાં લે છે કે નહિ. તો શું પોલીસ મહિલા કોર્પોરેટર તેમના પતિ અને શુભેચ્છક કાર્યકરો સામે કાયદાકીય પગલાં ભરશે તેવી નાગરિકોમાં ચર્ચા જાગી છે.