રાજ્યમાં કોરોનાની ગતિ મંદ પડી છે. સોમવારે નવા 778 કેસ નોંધાયા હતા. બીજી તરફ 2613 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો કુલ આંક 7,90,906 થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 113, સુરત મનપામાં 76, વડોદરા મનપામાં 131, રાજકોટ મનપામાં 24, ભાવનગર મનપામાં 9, ગાંધીનગર મનપામાં 8, જામનગર મનપામાં 15 અને જૂનાગઢ મનપામાં 9, વલસાડમા 12, વડોદરા ગ્રામ્યમાં 50, જૂનાગઢ ગ્રામ્યમાં 42, સુરત ગ્રામ્યમાં 39 અને ભરૂચમાં 27 કેસ નોંધાયા છે.
રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 16,162 છે, વેન્ટિલેટર ઉપર 363 અને 15,799 દર્દીઓ સ્ટેબલ છે. સોમવારે અમદાવાદ મનપામાં 3, સુરત મનપા, સુરત ગ્રામ્ય, ભરૂચ, રાજકોટ ગ્રામ્ય, મહેસાણા, અમરેલી, સાબરકાંઠામાં 1-1 મળી કુલ રાજ્યમા્ં 11 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9944 થયો છે.
સોમવારે 2015 હેલ્થ કેર વર્કસ અને ફન્ટ વર્કરને પ્રથમ ડોઝ, 3456 હેલ્થ કેર વર્કસ અને ફન્ટ વર્કરને બીજો ડોઝ, 45 વર્ષ થી વધુ ઉંમરના 35918 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 45 વર્ષથી વધુ ઉેમરના 22978 વ્યક્તિને બીજો ડોઝ તેમજ 18થી 45 વર્ષ સુધીના 1,86,825 વ્યક્તિને પ્રથમ ડોઝ મળી કુલ 2,51,192 વ્યક્તિને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 1,86,55,846 વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે.