National

સાઉથની સ્ટાર બોલિવુડમાં પણ કાજલ અગ્ર (વાલ) બનવા આતુર

કાજોલ તો હવે કયારેક જ ફિલ્મોમાં દેખાય છે તો બીજી કાજલ અગ્રવાલ જગ્યા બનાવવા મથી રહી છે. તેલુગુમાં તેની ફિલ્મો સફળ રહે છે એટલે હિન્દીમાં આવવા તે પૂરું જોર નથી લગાવતી બાકી ‘કયું હો ગયા ના’ હિન્દી ફિલ્મથી તેણે આરંભ કરેલો પણ પછી તેલુગુમાં ‘ચંદામામા’ અને ‘મગધીરા’ બ્લકો- બસ્ટર સાબિત થઇ ગઇ પરંતુ હિન્દી ફિલ્મો તો હિન્દી ફિલ્મો. હવે તે જોનહ અેબ્રાહમ, ઇમરાન હાશ્મી સાથે ‘મુંબઇ સાગા’માં આવી રહી છે. સંજય ગુપ્તાની ફિલ્મ છે ને 1980-90નો મુંબઇનો સમય તેમાં દર્શાવ્યો છે. સાઉથની ફિલ્મો તેને ફૂરસદ નથી આપતી. અગાઉ અજય દેવગણ સાથે ‘સિંઘમ’માં અને પછી ‘સ્પેશિયલ 26’માં આવી. તેણે સારો ઇમ્પેકટ મુકેલો પણ તે મુંબઇમાં રહી નથી શકતી  એટલે વધુ કામ મેળવી શકતી નથી. પણ હમણાં તેની પાસે ‘મુંબઇ સાગા’ છે.

તામિલ-તેલુગુની મોટી ફિલ્મોમાં કાજલ જ પસંદ કરવામાં આવે છે. ‘નામહાન અલા’ ‘થુપકકી’ જબરદસ્ત સફળ રહી પછી તેને કોઇ રોકી શકે તેમ ન હતું. હમણાં કમલ હાસનની ‘ઇન્ડિયન-2’માં પણ તે છે. અટક પરથી રાજસ્થાની જણાતી કાજલ હકીકતે પંજાબી છે પણ હવે સાઉથની બની ગઇ છે. બાકી, મુંબઇની જયહિંદ કોલેજમાં જ તે ભણી છે. હિન્દીમાં તેને વધારે તક ન મળી એટલે સાઉથ તરફ વળી ગઇ. એસ. એસ રાજામૌલીની ‘મગાધીરા’માં તેણે ડબલ રોડ કરેલો અને ફિલ્મ પણ ડબલ ચાલેલી. જોકે રાજામૌલીએ સ્વયં કહેલું કે ‘કરન અર્જૂન’નો આધાર લઇને અમે આ ફિલ્મ બનાવેલી. ‘મગાધીરા’ની હિન્દી રિમેક બનાવવા બોની કપૂર તૈયાર હતો ને તેમાં રામ ચરણને જ હીરો બનવા કહેવાયેલું એટલે કાજલ પણ આવી હોત પણ રામ ચરણે ના પાડી કે ‘મગાધીરા’ની હિન્દી રિમેકમાં મને રસ જ નથી.

ખેર! કાજલની ‘એટલીસ મેરસાઇ’ તો તમિલ ફિલ્મોમાં સૌથી વધુ કમાણીનો ઇતિહાસ ધરાવે છે. અત્યારે ચિરંજીવી સાથેની ‘આચાર્ય’ પણ ચર્ચામાં છે. જો આ સંજોગ હોય તો અત્યારે ‘મુંબઇ સાગા’થી વધારે અપેક્ષા રાખીન ન શકાય. બાકી મુંબઇની જ તો તેને હિન્દી ફાવે જ. મૂળ સાઉથની હીરોઇનોને હિન્દી ફાવતું નથી હોતું અને મહેનત કરવી પડતી હોય છે તેવું કાજલ બાબતે નથી છતાં તે વધારે ફૂરસદમાં નથી.

Most Popular

To Top