ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત-2024 સમિટ દરમિયાન રાજ્યમાં ઉદ્યોગ વિકાસને લઈને નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. સત્તાવાર માહિતી મુજબ, સમિટ દરમિયાન કુલ 98,970 ઉદ્યોગકારો દ્વારા રૂ. 4,75,12,90.93 કરોડના મૂડીરોકાણ માટે એમ.ઓ.યુ. (MoU) અને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન કરવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા વિધાનસભામાં આપેલી વિગતો મુજબ તા. 31 જાન્યુઆરી 2026 સુધીમાં આમાંથી 75,819 ઉદ્યોગો કાર્યરત થઈ ગયા છે. સરકાર દ્વારા બાકી રહેલા પ્રોજેક્ટ્સને પણ ઝડપથી કાર્યરત બનાવવા માટે પ્રયત્નો ચાલુ છે.