SURAT

75 હજાર સંસ્થા 100 યુનિકોર્ન સાથે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ

સુરત: કેન્દ્રીય સ્કીલ ડેવલપમેન્ટ, ઉદ્યોગસાહસિકતા, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દક્ષિણ ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન સુરતની ઓરો યુનિવર્સિટીના ઉભરતા સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સમુદાય સાથે વાર્તાલાપ કર્યો હતો. “ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયાઃ ટેકડે ઑફ ઓપોર્ચ્યુનિટીઝ”શીર્ષક હેઠળના સેશન દરમિયાન, તેમણે નરેન્દ્ર મોદી સરકારે મહામારીનો સામનો કરવા લીધેલા પગલાંઓની પ્રશંસા કરી અને કહ્યું કે ટકાઉ જીડીપી વૃદ્ધિ દરને ટાંકીને નવું ભારત લોકશાહીની વર્ષો જૂની માન્યતાઓને તોડી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 75,000 રજિસ્ટર્ડ ફર્મ્સ અને 100 યુનિકોર્ન સાથે દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયુંછે.

ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા
ઓરો યુનિવર્સિટી શ્રી ઓરોબિંદોની 150મી જન્મજયંતિ અને નવા શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો ઉત્સવ ઉજવી રહી છે. જેમાં ચંદ્રશેખરે યુવાનોને પ્રેરણા આપી હતી.કાર્યક્રમમાં સાંસદ પ્રભુ વસાવા, રાજ્યના ઉચ્ચ શિક્ષણના કમિશનર એમ. નાગરાજન, હિરન્મય મહંતા (એસએસઆઇપી-આઇહબ) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઓરો હોટેલ એન્ડ યુનિવર્સિટીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને એક્ટિંગ પ્રોવોસ્ટ સુરેશ માથુર, ડૉ. અમરીશ મિશ્રા – રજિસ્ટ્રાર, ડૉ. મોનિકા સુરી – એસોસિયેટ ડીન, ડૉ. કિરણ સિંહ – શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ લાઇફ સેન્ટરના ડિરેક્ટર, ડૉ. સંદીપ શર્મા – ઓરો ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેલના હેડ, ડૉ. વિશ્વાસ દેવકર – એસઓજેએમસીના એસોસિયેટ પ્રોફેસરસહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ઈન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ ઇટ્સ પ્રેક્ટિસ’ નામના પુસ્તકનું લોકાર્પણ કર્યુ
મુલાકાત દરમિયાન મંત્રીએ વારલી પેઇન્ટિંગ વર્કશોપ તેમજ યુનિવર્સિટી દ્વારા આઠ દિવસીય ઈવેન્ટ ફેસ્ટિવલ ઓફ લર્નિંગ 2022 અંતર્ગત આયોજિત વિવિધ ઇનોવેટિવ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ ઉપરાંત મંત્રી રાજીવ ચંદ્રશેખરે શ્રી ઓરોબિંદો ઇન્ટિગ્રલ લાઇફ સેન્ટર (એસએઆઇએલસી) ના નિયામક ડૉ. કિરણ સિંહ દ્વારા લખાયેલું ‘ઈન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ ઇટ્સ પ્રેક્ટિસ’ નામના પુસ્તકનું લોકાર્પણ કર્યુ. તેમણે એસએઆઇએલસીની સત્તાવાર વેબસાઇટ લોન્ચ કરી હતી. રિસર્ચ ઇનોવેશન સેલ ઓરો યુનિવર્સિટી હેઠળ સ્ટાર્ટ-અપ્સના અસાધારણ અને પાથ-બ્રેકિંગ વિઝન માટે વિવિધ શૈલીઓમાં શેફ અરુષા રેલાન, નંદિની સુલતાનિયા, પ્રીતિ દેસાઇ, વત્સવ પરીખને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા

Most Popular

To Top