Entertainment

“72 હુરેં”ના રીલિઝ પહેલા નિર્માતા વિરુદ્ધ FIR દાખલ, ધર્મના અપમાનનો આરોપ

મુંબઇ: ફિલ્મ ’72 હુરેં’ (72 Hoorain) રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. જ્યારથી ફિલ્મ ’72 હુરેં’ ની જાહેરાત થઈ છે ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં (Controversy) ફસાયેલી છે. આ ફિલ્મને લઈને વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મ ’72 હુરેં’ નું ટ્રેલર 28મી જૂને રિલીઝ થયું હતું અને તે 7મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવાનું છે. આ દરમિયાન ફિલ્મ ’72 હુરેં’ને લઈને મોટા સમાચાર આવ્યા છે. આ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ (FIR) કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મમાં મુસ્લિમ સમુદાયની ખોટી છબી બતાવવામાં આવી છે. વ્યક્તિએ કહ્યું કે આ ફિલ્મ તેના ધર્મનું અપમાન છે. આ સમાજમાં ભેદભાવ અને નફરતને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે. તેણે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં નિર્માતાઓ વિરુદ્ધ આ ફરિયાદ આપી છે.

ફિલ્મ ’72 હુરેં’ ‘ પર મુસ્લિમ સમુદાયની ખોટી છબી બતાવવાનો આરોપ
મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ ’72 હુરેં’ ના નિર્માતા અને નિર્દેશક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી અનુસાર ફિલ્મમાં મુસ્લિમ સમુદાયની ખોટી છબી બતાવવામાં આવી છે. મુંબઈ સ્થિત સામાજિક કાર્યકર્તા સૈયદ આરિફ અલીએ ફિલ્મ ’72 હુરેં’ ને લઈને FIR નોંધાવી છે. આ એફઆઈઆર મુજબ ફિલ્મના નિર્દેશક સંજય પુરણ સિંહ ચૌહાણ અને નિર્માતા અશોક પંડિત, ગુલાબ સિંહ તંવર, અનિરુદ્ધ તંવર અને કિરણ ડાગર પર ધર્મનું અપમાન કરવાનો અને ચોક્કસ સમુદાયની ખોટી છબી બતાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મેકર્સ પર નકલી પ્રચાર દ્વારા પૈસા કમાવવાનો પણ આરોપ છે.

અગાઉ જેએનયુમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
જેએનયુમાં 4 જુલાઈના રોજ ફિલ્મ ’72 હુરેં’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ હતુ. જે અંગે મેકર્સનું કહેવું છે કે સ્પેશિયલ સ્ક્રીનિંગ એ વિદ્યાર્થીઓ માટે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી આતંકવાદી ઘટનાઓની વાસ્તવિકતાઓ પર અભિવ્યક્તિ કરવાની સુવર્ણ તક છે. તેમણે વધુમાં કહ્યું કે અગાઉના વિવાદોથી વિપરીત, ફિલ્મના આગામી સ્ક્રીનિંગને આતંકવાદ જેવા ગંભીર મુદ્દા પર ખુલ્લા સંવાદનો એક શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે.

Most Popular

To Top