રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 77 કેસ નોંધાયા છે. સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 524 થઈ છે. બીજી બાજુ રાજ્યમાં આજે 27 કોરોના દર્દીઓ સાજા થયા છે. આજે કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ જામનગર શહેરમાં 15, વડોદરા શહેરમાં 13, સુરત શહેરમાં 11, અમદાવાદ શહેરમાં 10, કચ્છમાં 4, નવસારીમાં 4, મહેસાણામાં 3, રાજકોટ શહેરમાં 3, દેવભૂમિ દ્વારકામાં 2, વલસાડમાં 2, આણંદ, ગાંધીનગર શહેર, વડોદરા ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્યમાં 1-1 નવો કેસ નોંધાયો છે. હાલમાં રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 524 થઈ છે, તેમાંથી 08 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 516 દર્દીઓ સ્ટેબલ છે.
શનિવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 4,15,546 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે
રાજ્યમાં આજે 15 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ અને 1200ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 11,065ને પ્રથમ ડોઝ અને 97,999ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેમજ 18-45 વર્ષ સુધીના 34564ને પ્રથમ ડોઝ અને 2,70,703ને બીજો મળી આજે કુલ 4,15,546 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 8,52,12,332 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.