વડોદરા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના માસ પ્રમોશન પ્રાપ્ત કરેલા નિયમિત વિદ્યાર્થીઓનું મંગળવારે રાત્રે આઠ વાગે પરિણામ જાહેર કર્યું હતું.આ વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની સંપૂર્ણ સત્તા સ્કૂલો ને સોંપાઈ હતી , વડોદરા શહેર અને જીલ્લાના 703 વિદ્યાર્થીઓ A – 1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા હતા , બુધવારે સવારે વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલો પર આવી પહોંચ્યા હતા , જ્યારે તેજસ્વી વિદ્યાર્થીઓ આ પરિણામથી હતાશ થયા હતા.
3,133 વિદ્યાર્થીઓ A – 2 ગ્રેડ મેળવી હતી.કુલ 42,852 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર કરાયું હતું.સમગ્ર રાજ્યમાંથી ધોરણ 10 માં 8,57,204 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.જેમાં 4,90,482 વિદ્યાર્થીઓ તેમજ 3,66,722 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે . બોર્ડે સત્તાવાર વેબસાઈટ ઉપર પરિણામ જાહેર કરતાં જ શાળાઓએ નિયત ઇન્ડેક્સ નંબર પરથી પરિણામ લોગીન કરી ડાઉનલોડ કરી લીધું હતું જે બાદ બુધવારે વિદ્યાર્થીઓને તેમના પરિણામ અંગેની જાણકારી આપવામાં આવી હતી. જોકે કોરોનાના કારણે 100 ટકા માસ પ્રમોશમ મળતા તેજસ્વી વિદ્યાર્થીઓએ આ પરિણામથી અસંતોષ અનુભવ્યો હતો.
લેખીત પરીક્ષા યોજાઈ હોત તો આના કરતાં વધુ ગુણ મેળવ્યા હોત
મારું પરિણામ સારું આવ્યું છે .99.17 પર્સનટાઇન A – 1 ગ્રેડ છે , આમ તો સારું કહી શકાય , પરંતુ પરીક્ષા ઓફલાઈન લેવાઈ હોત તો મારી મહેનત એટલી બધી હતી કે આનાથી પણ વધારે સારા પર્સન્ટેજ અને ખૂબ જ વધારે સારું પરિણામ આવતું હું આગળ ધો 11 મેડિકલ સાયન્સમાં જવા માંગુ છું. –વિધિ પ્રજાપતિ
પરિણામથી હું સંતુષ્ટ છું મારા 98.49 પર્સન્ટાઈલ છે . હું સંતુષ્ટ છું આ પરિણામથી.આગળ સાયન્સમાં એડમિશન લીધું છે.મેં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ મહેનત કરી હતી . પરંતુ માસ પ્રમોશનના કારણે ના થઈ શક્યું.જોકે આગળ જઈને આ પરિણામ કામ જ લાગશે. – ઝલક રાજપૂત મળેલ માર્કસથી સંતુષ્ઠ નથી
મારા 93 ટકા પર્સન્ટેજ આવ્યા છે.હું સાયન્સમાં જવા માગું છું આગળ કારકિર્દી બનાવવા માગું છું.આ માર્કથી સંતુષ્ઠ નથી કેમ કે મહેનત કરીને જે માર્ક્સ આવે તેની ખુશી કંઈક અલગ જ હોય છે. – જયમીન દેવાતકા