Vadodara

વેરો નહીં ભરનાર 7000 મિલકતો સીલ, રૂ.467 કરોડની વસૂલાત થઈ

વડોદરા : પાલિકાએ 6 જાન્યુઆરી થી કડક વેરાની વસુલાત કરી છૅ. પાલિકા તંત્ર વહીવટી વોર્ડ દીઠ ટોપ 20 વેરા ધારકો નું લિસ્ટ બનાવી રહી છે. જેમાં પાલિકાએ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની મુખ્ય ઓફિસના રૂ.4.37 લાખના બાકી મિલકતવેરા અંગે સીલ મારવામાં આવી હતી. પાલિકા એપ્રિલથી માર્ચ સુધીમાં બાકી વેરા વસુલાત શરૂ કરી.અત્યાર સુધી માં 7000 મિલકતોને સીલ કરી 467 કરોડ રૂપિયા પાલિકાની તિજોરીમાં આવ્યા હતા.

શહેરમાં રહેણાક અને કોમર્શિયલ છેલ્લા કેટલાક વર્ષોથી બાકી રહેલા વેરા ન ભરનારા સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી પાલિકાએ કેટલી મિલકતો એવી છે જેને વેરો બાકી નીકળે છે. પાલિકા એ કોઈ નોટિસ કે સીલ મારી ને કબજો કર્યો છે કે નહીં. અને અત્યાર સુધી જો પાલિકાએ કોઇ કાર્યવાહી નહીં કરી તો ક્યાં નેતા-અધિકારી ના ઈશારે કામગીરી કરવામાં આવી નથી .અને હવે પાલિકા જાગી છૅ અને વેરા વસૂલાત માટે કડક કામગીરી શરૂ કરી છે. પાલિકાએ 6 જાન્યુઆરી થી કડક વેરાની ઉઘરાણી કરી છે. જેમાં વહીવટી વોર્ડ દીઠ ટોપ 20 ધારકો નું લિસ્ટ પણ બનાવવામાં આવી રહ્યું છે.જેમાં

જ્યુબિલીબાગના તારકેશ્વર મંદિરમાં વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ નું મુખ્ય કાર્યાલય આવેલું છે આ સંસ્થાના મિલકત વેરાની રકમ સમયસર ભરપાઈ નહીં કરતા છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયનો 4.37 લાખ નો વેરો બાકી હતો જેની વસૂલાત માટે કોર્પોરેશન દ્વારા અવારનવાર નોટિસો આપવામાં આવી હતી તેમ છતાં આ સહકારી સંસ્થા એ મિલકત વેરો ભરપાઇ નહીં કરતા  કોર્પોરેશન દ્વારા બે દિવસ અગાઉ વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની મુખ્ય ઓફિસને સીલ કરવામાં આવી હતી.

Most Popular

To Top