વડોદરા: વડોદરા વન વિભાગ અને વડોદરાના યુવાનનના નેજા હેઠળ બે િદવસનું પ્લાસ્ટીકની થેલીઓ સહિતના કચરાનું સફાઈ અભિયાન શરૂ કરવામાં
આવ્યું હતું.
આ િવશે માહિતી આપતા વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે, શહેરના લોકો આવીને દારૂના બાટલા, ટીન ચાલુ કારે ફેંકીને જતા રહે છે પણ ગામ લોકોનો સારો સહકાર મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો પ્લાસ્ટીક પર માટીના થર જામી ગયા હતા. આ સફાઈ કાર્ય કરવા માટે રાજયભરના યુવાનોને જમવા-રહેવાની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
ઝંડ હનુમાન અને કડાણાની આજુબાજુ એટલો બધો કચરો હતો કે ચાર ફુટ લાંબી અને 3.5 ફુટ પહોળી 35 થેલીઓ વધુ મંગાવવી પડી હતી. તદઉપરાંત વાઈલ્ડલાઈફ વિભાગના ડીસીએફ વી. આર. વાઘેલાએ કહયું હતું કે આ પહેલા સાબરકાંઠાના જંગલોમાં પણ સાફ કરવામાં આવી હતી અને અહીં ઝંડ હનુમાન ખાતે આ કાર્ય કરવાનો વિચાર આવ્યો હતો તેથી અહીં પણ સફાઈ અિભયાન શરૂ કરવામાં આવ્યું હતું અને સરપંચે એમ પણ કહયું હતું કે જો કોઈ વધુ કચરો નાંખશે તો તેમની પાસે દંડ પણ લેવામાં આવશે.
ઝંડ હનુમાનના વિસ્તારમાં 70 યુવાનોએ રોજ મહેનત કરીને 700 કિલો પ્લાસ્ટીક વેસ્ટ કાઢયો હતો. આ વેસ્ટને જોઈને યુવાનો ચોંકી ઉઠયા હતા. અહીં ધાર્મિક સ્થળ ઝંડ હનુમાન મંિદર હોવા છતાં ત્યાં તમાકુની પડીકીઓ અને દારૂની બોટલો મળી આવી હતી. આ બધી વસ્તુઓ પર્યાવરણ માટે અને આવનારા પ્રવાસીઓ પણ હાનિકારક છે. તેથી શેરી નાટક, રેલી દ્વારા ગ્રામજનો અને ત્યાં આવતા પ્રવાસીઓને પણ જાગૃત કરવામાં આવ્યા હતા.