કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું હતું કે, પહેલી અને બીજી એમ બંને કોવિડ-19 લહેરમાં 70 ટકા દર્દીઓની ઉંમર 40 વર્ષથી વધુ છે જે દર્શાવે છે કે વૃદ્ધ વસ્તીને ચેપ લાગવાની સંભાવના વધારે રહેલી છે.મીડિયાને સંબોધન કરતાં આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પ્રથમ અને બીજી લહેર વચ્ચે થતા મૃત્યુમાં કોઈ ફરક નથી, જ્યારે બીજી લહેરમાં ઓક્સિજનની જરૂરિયાત વધારે છે અને વેન્ટિલેટરની જરૂરિયાત વધારે રહી નથી.
શ્વાસની તકલીફનું પ્રમાણ કોવિડ-19 ના બીજી લહેરમાં થોડું વધારે છે પરંતુ ગળા અને સુકા ઉધરસ અને અન્ય લક્ષણો પ્રથમ લહેરમાં વધારે હોવાનું કેન્દ્રએ સોમવારે જણાવ્યું હતું. પ્રથમ લહેરના સર્વેક્ષણમાં દર્દીઓમાં શ્વાસની તકલીફ 41.7 ટકામાં જોવા મળી હતી, જ્યારે બીજી લહેરમાં 47.5 ટકા દર્દીઓને શ્વાસની તકલીફ થઇ રહી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પ્રથમ અને બીજા લહેર વચ્ચે થયેલા મૃત્યુમાં કોઈ ફરક નથી. દાખલ દર્દીઓના મૃત્યુ અંગેના વધુ વિશ્લેષણમાં કોઈ ફરક જોવા મળ્યો ન હતો. પ્રથમ લહેરમાં તે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં 9.6 ટકા અને બીજી લહેરના દર્દીઓમાં 9.7 ટકા છે.
હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પ્રથમ અને બીજી લહેર વચ્ચે થયેલા મૃત્યુમાં કોઈ ફરક નથી. લગભગ 54.5 ટકા દર્દીઓને પ્રથમ લહેરમાં જ્યારે 41.5 ટકાને પ્રથમ લહેરમાં ઓક્સિજનની જરૂર પડી હતી.બંને લહેરમાં 70 ટકાથી વધુ દર્દીઓ 40 વર્ષથી વધુ વયના છે, જે આવા દર્દીઓમાં માત્ર થોડો વધારે પ્રમાણ છે.
બીજી લહેરમાં એસિમ્પ્ટોમેટિક દર્દીઓનું પ્રમાણ વધુ છે, તેમણે જણાવ્યું હતું. પ્રથમ લહેરમાં 1885ની સામે બીજી લહેરમાં 7600માં આવા એસિમ્પ્ટોમેટિક દર્દીઓ સામે આવ્યા છે.નીતી આયોગ સભ્ય (આરોગ્ય) વી કે પોલે જણાવ્યું હતું કે પ્રથમ લહેરમાં 31 ટકા દર્દીઓ 30 વર્ષથી ઓછા વયના હતા, આ વખતે તે 32 ટકા સુધી છે.