Columns

જીવનની અડધી સદી પછી બહેતર સેક્સ માટે 7 ટિપ્સ

વિવિધ સમુદાયોમાં સેક્સ અંગે હજી પણ રૂઢિવાદી વલણ પ્રવર્તે છે. આ વિષય પર ભાગ્યે જ મુક્ત ચર્ચા થતી હોય છે. શારીરિક સમસ્યાઓ, જાતીય પાર્ટનરના ગમા-અણગમા કે અન્ય બાબતો પર પોતાના વિચારો એકબીજાને કહેવામાં લોકો ખંચકાટ અનુભવતા હોય છે. વાસ્તવમાં એ બાબત દરેકે નોંધવી જોઈએ કે સેક્સ એ શારીરિક ભૂખ સંતોષવા ખાતર નથી કરવામાં આવતું પણ તેના અનેક ફાયદા છે. વધતી વય સાથે લોકો સેક્સથી ધીરે ધીરે દૂર થતા જાય છે અથવા તો વયની સાથે શારીરિક ક્ષમતામાં થયેલા ઘટાડાને કારણે સમાગમનો પૂરતો અથવા અગાઉ જેટલો આનંદ માણી શકતા નથી. અહીં આવા લોકોની સમસ્યા માટે કેટલીક ઉપયોગી ટિપ્સ રજૂ કરાઈ છે.

ધ્યાનમાં રાખવા જેવી અન્ય બાબતો

જેમ જેમ તમારી ઉંમર વધે છે, તેમ તેમ કેટલીક પરિસ્થિતિઓ અથવા દવાઓ તમારી સેક્સ ડ્રાઇવ અને પર્ફોર્મન્સ પર અસર કરી શકે છે પરંતુ એવું ન વિચારશો કે તમે 50થી વધુની વય ધરાવતા અન્ય લોકો પૈકીના એક હોવાથી તમે સેક્સનો સંપૂર્ણ આનંદ નહીં જ માણી શકો. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણું શરીર પરિવર્તનમાંથી પસાર થાય છે જે આપણા જાતીય જીવનને અસર કરી શકે છે. મેનોપોઝ પછી, કેટલીક સ્ત્રીઓને યોનિમાર્ગમાં શુષ્કતા આવી શકે છે. તેનાથી સંભોગ પીડાદાયક બની શકે છે. તમારે તમારા પતિ સાથે વધુ ફોરપ્લે વિશે વાત કરવાની જરૂર પડી શકે છે અથવા પાણી-આધારિત લુબ્રિકન્ટનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે.

આમ છતાં હજી પણ કોઈ સમસ્યા હોય તો સેક્સોલોજિસ્ટની સલાહ લો. કેટલાક પુરુષોને લાગે છે કે તેમને ઉત્થાન મેળવવા અને તેને જાળવી રાખવા માટે વધુ ઉત્તેજનાની જરૂર હોય છે. આ પ્રકારનું પરિવર્તન સામાન્ય છે. આરામ કરવાનો પ્રયત્ન કરો અને તમારી પત્નીના સ્પર્શનો આનંદ માણો. પરંતુ જો તમે શિશ્નોત્થાનની સમસ્યાથી પીડાતા હોવ તો હવે સેક્સોલોજિસ્ટની મુલાકાત લેવાનો સમય આવી ગયો ગણાય. કોઈ પણ ઉંમરે, તમે સેક્સનો આનંદ માણી શકો છો, બસ તેના માટે તમે નાના હતા તેના કરતાં તમારે તેમાં થોડો વધુ વિચાર અને આયોજન કરવું પડી શકે છે.

તમારા અને તમારા જીવનસાથી માટે સેક્સને રોમાંચક અને પરિપૂર્ણ રાખવા માટે અહીં આપેલાં 7 સૂચનો અપનાવી શકો છોઃ નિયમિત કસરત કરો:
તમે સેક્સને મજા માણવાની ક્રિયા તરીકે ગણી શકો છો પરંતુ તે દરમિયાન તમે પરસેવો પાડી શકો છો. અહીં કેટલાક કારણો છે કે શા માટે ફીટ થવું તમને તેને આગળ વધારવામાં મદદ કરી શકે છે:
તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. સેક્સ દરમિયાન પીઠને ઇજા પહોંચવી અથવા સ્નાયુ ખેંચાવા જેવી બાબતોથી સેક્સ માટેનો મૂડ માર્યો જાય છે. તમારા માટે શ્રેષ્ઠ હોય તેવી સ્ટ્રેન્થ-ટ્રેનિંગ કસરતો કરો. તેનાથી તમારો મૂડ સુધરે છે. કસરત તમારા મગજમાં રસાયણો મુક્ત કરે છે જે તમને વધુ બહેતર અનુભવ પૂરો પાડે છે. તે તમને વધુ સારા દેખાવામાં મદદ કરે છે. નિયમિત કસરત તમારા શરીરને શ્રેષ્ઠ બનાવી શકે છે અને તે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને તમારી સેક્સ લાઈફને વેગવંતી બનાવે છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિ સ્ત્રીઓને ઉત્તેજના વધારવામાં મદદરૂપ થઈ શકે છે.

મહિલાઓને કીગલ એક્સરસાઈઝથી ફાયદો થાય છે. તેનાથી પેલ્વિક ફ્લોર સ્નાયુઓ મજબૂત બને છે. તમે તમારી મનપસંદ TV સીરિયલ જોતી વખતે પણ દિવસમાં ઘણી વખત તે સ્નાયુઓને કડક અને રિલેક્સ કરવાની પ્રેક્ટિસ કરી શકો છો.
નિષ્ક્રિય પુરુષોની તુલનામાં કસરત કરતાં પુરુષોને ઇરેક્ટાઇલ ડિસફંક્શન અથવા નપુસંકતાની સમસ્યા થવાની શક્યતા ઓછી હોય છે. દિવસમાં બે માઈલ ચાલતા લોકોનું શિશ્ન તંદુરસ્ત રહે છે. એ વાત ખાસ યાદ રાખજો કે જેના પગ કામ કરે છે, તેનું શિશ્ન પણ કામ કરે છે. જે તમને નપુસંકતાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. કસરત અને સેકસ જીવનના ફાયદાઓ વિશે વધુ જાણવા માટે સેક્સોલોજિસ્ટ સાથે વાત કરો.

તેને રસપ્રદ બનાવો. કશુંક નવું કરવાનો પ્રયત્ન કરો:
એકધારા લાંબા દામ્પત્યજીવનને કારણે ક્યારેક સેક્સલાઈફ નીરસ બની જતી હોવાથી તેને રસપ્રદ અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે નવા નવા આઈડિયા અમલમાં મૂકો. આ માટે તમે સેક્સ માટેનો સમય કે દિવસ બદલવા જેવા નાના-નાના પરિવર્તન પણ વિચારી શકો છો. જો તમને રાત્રે ખૂબ ઊંઘ આવતી હોય તો બની શકે કે સવારે સેક્સ કરવું તમારા બંને માટે અનુકૂળ થઈ પડે.

  • જાતીય જીવનને રસપ્રદ રાખવા માટેના કેટલાક અન્ય વિચારો:
  • અલગ અલગ પોઝિશન્સ અજમાવો
  • માહોલ તૈયાર કરો અને રોમેન્ટિક વાતાવરણ સર્જો; થોડું આયોજન ઘણું ઉપયોગી થઈ શકે છે
  • બેડરૂમ સિવાય અન્ય જગ્યાઓ પસંદ કરો
  • તમારા પાર્ટનરની જોડે શાવર લો.
  • પ્રોફેશનલ મસાજ કરાવો જેનાથી તમે બંને રિલેક્સ અનુભવશો.

સંભોગથી આગળ વિચારો:
જો તમે અથવા તમારા જીવનસાથી હવે આ કરી શકતા નથી, તો તમારા માટે નિકટતા અને આનંદ માણવા માટે અન્ય વિકલ્પો પણ છે. ચુંબન અને સ્પર્શની સરળ પરંતુ ઘનિષ્ઠ ક્રિયાઓને અવગણવી જોઈએ નહીં. તમે અને તમારા જીવનસાથી પણ નીચેની બાબતો પર વિચાર કરી શકો છોઃ
એકબીજાને વિષયાસક્ત મસાજ કરો.
વાઇબ્રેટર જેવા સેક્સ ટોયઝનો ઉપયોગ કરવો આરામદાયક રહો:

જો સંધિવા અથવા અન્ય કોઈ દુખાવાથી સેક્સ ઓછું આનંદદાયક લાગતું હોય તો બહેતર અનુભવવાના માર્ગો શોધો. તમારા શરીરને અનુકૂળ હોય તેવી નવી પોઝિશન અજમાવો અથવા સપોર્ટ માટે ઓશિકાનો ઉપયોગ કરો. દાખલા તરીકે, જો તમને પીઠનો દુખાવો હોય તો મિશનરી પોઝિશનને બદલે સાઈડ-બાય-સાઈડ સેક્સ કરો. તમને બહેતર લાગે દિવસના એવા સમયે સેક્સની યોજના બનાવો. જરૂર હોય તો સેક્સ માણતા પહેલાં ગરમ પાણીથી નહાવો અથવા દુખાવાની કોઈ દવા લો. જેથી તમે વધુ રિલેક્સ રહેશો.
ઉપચાર અંગેની સમસ્યાનું નિવારણ કરો:
કેટલીક દવાઓની આડઅસરો જાતીય સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી દવાઓમાં નીચેની દવાઓનો સમાવેશ થાય છેઃ

  • એન્ટીડિપ્રેસન્ટ્સ
  • એન્ટીહિસ્ટામાઇન્સ
  • બ્લડપ્રેશરની દવાઓ
  • કોલેસ્ટ્રોલ ઘટાડતી દવાઓ
  • અલ્સરની દવાઓ

જો તમને શંકા હોય કે કોઈ દવા તમારી સેક્સલાઇફને નબળી પાડી રહી છે તો સેક્સોલોજિસ્ટ સાથે વાત કરો.
શસ્ત્રક્રિયા અથવા માંદગી પછી ધીમે ધીમે આગળ વધો:
તમે તમારા જીવનસાથી સાથે ફરીથી સમાગમ માણો તે પહેલાં, તમારા શરીરને સાજા થવા માટે સમય આપો. એક વખત ડૉક્ટર તમને મંજૂરી આપે તે પછી ઉત્તેજનાસભર સ્પર્શ અને ચુંબન સાથે ધીરે ધીરે શરૂઆત કરો. તમે શારીરિક અને ભાવનાત્મક રીતે કેવું અનુભવી રહ્યા છો તે વિશે તમારા જીવનસાથી સાથે પ્રામાણિકપણે વાત કરો.
મુક્ત મને વાત કરો:
જો તમને તમારી સેક્સલાઇફ વિશે કોઈ ચિંતા હોય તો તમારા પાર્ટનર સાથે ખૂલીને વાત કરો, પછી ભલે તે તમારી બદલાતી ઇચ્છાઓ વિશે હોય કે પછી તમે તમારા શરીર વિશે કેવું અનુભવો છો તે અંગે હોય. જો તમે બંને તમારી સેક્સલાઇફથી નાખુશ હોવ અને તેનો ઉપાય શોધી શક્યા નથી તો તમે કોઈ સેક્સોલોજિસ્ટ સાથે વાત કરી શકો છો. તમારા ફેમિલી ફિઝિશ્યન તમને કોઈ યોગ્ય રેફરન્સ આપી શકશે. યાદ રાખો, કેટલાક વૃદ્ધ દંપતીઓ ઉંમર વધવાની સાથે તેમનું જાતીય જીવન બહેતર હોવાનું અનુભવે છે. ઉંમરના આ પડાવે તમને લાગે છે કે તમારી પાસે વધુ સમય અને પ્રાઈવસી છે. આ ઉપરાંત તમે એકસાથે લાંબો સમય સાથે ગાળ્યો હોવાથી જીવનસાથી સાથે વધુ આત્મીયતા રાખી શકો છો. યાદ રાખો કે સેક્સની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. કોઈ પણ વ્યક્તિ છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવનનો આનંદ માણી શકે છે.

Most Popular

To Top