Entertainment

7 મહિના બાદ રીયા ફરી સોશિયલ મીડિયા પર આવી, પોસ્ટ લખીને પોતાની ભાવના વ્યક્ત કરી

NEW DELHI : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ( INTERNATIONAL WOMENS DAY) આજે 8 મી માર્ચે વિશ્વભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. દરેક જણ આ ખાસ પ્રસંગે મહિલાઓને અભિનંદન આપી રહ્યા છે. સોશિયલ મીડિયા ( SOCIAL MEDIA) પર ‘મહિલા દિન’ ઉજવાઇ રહ્યો છે. બોલીવૂડની અનેક હસ્તીઓ સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરતી રહે છે. દરમિયાન, લાંબા સમય સુધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા બાદ, અભિનેત્રી રિયા ચક્રવર્તી (RIYA CHAKRVATI) ) વિમેન્સ ડે પર ફરી સામે આવી છે. તેણે તેની માતા સાથે એક તસવીર શેર કરી અને મહિલા દિવસની શુભેચ્છા પાઠવી.

અભિનેત્રી રિયા ચક્રવર્તીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ( INSTGRAM ACCOUNT) પર એક ખાસ તસવીર શેર કરી છે. જેમાં તેણે તેની માતાનો હાથ પોતાના હાથમાં લીધો છે. આ ફોટામાં બંને હાથ દેખાઈ રહ્યા છે. આ ફોટો શેર કરતી વખતે રિયાએ કેપ્શનમાં લખ્યું, ‘હેપ્પી વિમેન્સ ડે … માં અને હું … સાથે કાયમ … મારી તાકાત, મારી શ્રદ્ધા, ધૈર્ય – મારી માતા.’ તેના ચાહકો અને ઘણા બોલિવૂડ સ્ટાર્સ રિયાની પોસ્ટ પર કમેંટ કરી રહ્યા છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ રિયા ચક્રવર્તી પર ઘણા આક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો. વધતા જતા વિરોધ વચ્ચે તે સોશિયલ મીડિયાથી દૂર હતી, તેણે 27 ઓગસ્ટે છેલ્લી પોસ્ટ કરી હતી. જોકે, રિયા હવે સામાન્ય જિંદગીમાં ફરી છે. તાજેતરમાં જ રિયાને ઘણી જગ્યાએ સ્પોટ કરવામાં આવી હતી.

સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી ડ્રગ્સ કેસ (બોલીવુડ ડ્રગ્સ કેસ) માં એનસીબીની તપાસ સતત ચાલી રહી છે. રિયા ચક્રવર્તીના વકીલે એજન્સી પર આરોપ લગાવ્યો છે કે એનસીબીએ રિયાને ફસાવવાનો પ્રયાસ કર્યો છે અને તેના માટે સંપૂર્ણ ભાર પણ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે 33 આરોપીઓ પાસેથી ઝડપાયેલા માદક દ્રવ્યો મુંબઇ પોલીસ ( MUMBAI POLICE) , નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ( NCB) અથવા એરપોર્ટ કસ્ટમ્સ ( AIRPORT CUSTOM) દ્વારા ઝડપાયેલી દવાઓની તુલનામાં ઘણા ઓછા છે. આ દિવસોમાં એનસીબી ફક્ત બોલિવૂડની પાછળ પડી છે.

સુશાંત સિંહ ( SHUSANT SINH RAJPUT ) ના આપઘાત કેસમાં લાંબા સમયથી મુખ્ય આરોપી તરીકે સતત પોલીસ અને એનસીબીની પૂછપરછ બાદ જેલમાં પણ જવાનો વારો આવ્યો હતો.ત્યારે હવે જેલમાથી આવ્યા બાદ હવે રીયા ફરી ધીરે ધીરે જીવનની રફતારમાં પાછી ફરી રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top