વડોદરા : ચિત્રકાર દ્વારા શિવરાત્રીનાં ઉપલક્ષમાં મહાદેવના વિવિધ સ્વરૂપો દશૉવતા 7 જેટલા મંત્ર- યંત્ર-તંત્ર નો સમન્વય કરી પેન્સિલ ના ઉપયોગ કરી મોર્ડન પેઇન્ટિંગ્સનો પણ સમાવેશ કર્યો છે. શહેર ના યુવા કલાકાર પોતાની કલા દ્વારા અનોખી શિવ ભક્તિ કરી છે. તેમણે મહાદેવના વિવિધ સ્વરૂપો દશૉવતી 7 જેટલી તાંત્રિક પેઇન્ટિંગ્સ બનાવી છે. તંત્રમાં આવતાં વિવિધ મંત્રો અને શિવજીના તમામ પ્રતીકો હેન્ડમેળ પેપર અને કેનવાસ પર દશૉવ્યા છે. કલાકારે જણાવ્યું હતું કે તેઓ આધ્યાત્મિક પેઇન્ટિંગ્સ વધુ બનાવું પસંદ કરે છે.
દર શિવરાત્રી અને શ્રાવણ માસમાં મારી કળા થકી શિવજીની ભકિત કરું છું અને તમને રીઝવવાનો નાનો સરખો પ્રયત્ન કર્યો છે.એક કલાકાર માટે તેની કળા જ ધર્મ અને ભક્તિ હોય છે.દર વર્ષની જેમ આ વર્ષે શિવજીના પેઇન્ટિંગ્સ અને શિવલિંગ દોર્યા સાથે ભોળાનાથ ના વિવિધ નેત્રો દ્વારા તેમનાં વિવિધ ચહેરા ઉપરનાં એક્સપ્રેસન પ્રદર્શિત કર્યા છે.આ વર્ષે મેં તમાંમ પેઇન્ટિંગ્સ કેનવાસનો અને હાથ બનાવટથી તૈયાર થયેલા કાગળનો ઉપયોગ કરી એક્રેલીક કલર નો તેમજ પેન્સિલ ના ઉપયોગ કરી મોર્ડન પેઇન્ટિંગ્સનો પણ સમાવેશ કર્યો છે.આ વર્ષે મેં શિવજી ના તમામ પેઇન્ટિંગ્સમાં મંત્ર- યંત્ર-તંત્ર નો ઉપયોગ કરી પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે.
પરંતું મેં વિવિધ શિવલિંગ, તંત્રમાં આવતા મંત્રો બીજ મંત્રો તેમજ ત્રિશૂળ, ડમરૂ, નાગ દેવતા વગેરે પ્રતિકો તેમનાં ચિત્રો સાથે વિવિધ નેત્રો દ્વારા વિવિધ ચહેરા ઉપરનાં એક્સપ્રેસન પ્રદર્શિત કર્યા છે.તેમના મંત્ર-તંત્ર-યંત્ર અને ભગવાન ભોળાનાથ સમાવિષ્ટ કરાયો છે. ક્યારેક યંત્રના ચોક્કસ આકારમાં દેવીદેવતાઓની દિવ્ય છબી પણ તેઓ પીંછીથી ઉપસાવી છે. તેમની આ ચિત્રકળા તંત્રકળા કે તાંત્રિક ચિત્રકળા તરીકે ઓળખાય છે. કલાકાર કિશન શાહ કહે છે મોડર્ન આર્ટના યુગમાં મારા પેઇન્ટિંગ્સ મેં યંત્ર-મંત્ર અને દેવી-દેવતાઓને પ્રાધાન્ય આપ્યું છે .બહુ સરળ ભાષામાં કહીએ તો તાંત્રિક ઉપાસનામાં મંત્રો અને યંત્રોનો સમન્વય કરી ને વિવિધ પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે.