વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક જ પરિવારના 5 સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, ટૂકં સારવાર બાદ બંનેના મોત થયા હતા. આમ વિચિત્ર અકસ્માતમાં એક પરિવાર સહિત 7 લોકોએ જીવ ગુમાવ્યાનું બહાર આવ્યું છે. જેમાં એક મહિલાનું તો આખા માથું ફાટી ગયું હતું અને માત્ર વાળ જ બચ્યા હતા. રોડ પર માથાના લોચેલોચા વિખેરાયા હતા. ટ્રક અને ઈકો કાર વચ્ચે થયેલો અકસ્માત એટલો કંપારી છોડાવી દે તેવો હતો કે ટ્રકની પાછળના ભાગે ઈકો કારનો પાછળનો ભાગ એક બાજુથી દબાઈ ગયો હતો. અંદર રહેલા પરિવારના સભ્યો ચગદાઈ ગયા હતા. એક મહિલાનું શરૂ ટ્રકના ટાયરમાં ઘૂસી ગયું હતું. મહિલાનું શરીર ટ્રકમાં અંદર હતું જ્યારે તેનું માથું સંપૂર્ણપણે ચગદાઈને છૂંદો થઈ ગયું હતું. તેના માત્ર બાલ જ બચ્યા હતા.
આંબા જંગલ ગામનો પરિવાર ભોગ બન્યો
મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનાર પરિવાર કપરાડાના આંબા જંગલ ગામનો રહેવાસી હતો. પરિવાર ઇકો કારમાં સવાર થઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે કુંભઘાટના વળાંક પર સામેથી આવતી ટ્રક સાથે કારની ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ઇકો કારનો કચડઘાણ નીકળી ગયો હતો.
બચાવ કામગીરી અને સ્થિતિ
મૃતકો: અકસ્માતમાં પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
મૃતકોની યાદી
(1) 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે
(2) 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે
(3) 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે
(4) 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે
(5) 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે
(6) 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે
(8) 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે