National

બાગપતમાં મોટી દુર્ઘટનાઃ લાડુ ઉત્સવમાં લાકડાનો સ્ટેજ તૂટી જતા અફરાતફરી, 7ના મોત

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. બાગપતમાં ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવના કાર્યક્રમ માટેનો લાકડાનો સ્ટેજ ધરાશાયી થયો હતો. નીચે દબાઈ જવાથી સાત શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 75થી વધુ ઘાયલ છે. મૃત્યુઆંક વધી શકે છે.

ઘાયલોને ઈ-રિક્ષામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. માહિતી મળતા જ બરૌત કોતવાલી ઈન્સ્પેક્ટર પણ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસપી અને એડિશનલ એસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોમાં લગભગ 15 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ આ દુ:ખદ અકસ્માત બરૌત શહેરના કોતવાલી વિસ્તારમાં ગાંધી રોડ પર થયો હતો. શ્રી દિગંબર જૈન ડીગ્રી કોલેજના મેદાનમાં બનાવેલ કાર્યક્રમનું સ્ટેજ તૂટી ગયું હતું. જેના કારણે સાત લોકોના મોત થયા છે, જ્યારે 75થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આજે અહીં નિર્વાણ મહોત્સવ અંતર્ગત 65 ફૂટ ઉંચો સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. સ્ટેજ પર મોટી સંખ્યામાં ભક્તો હોવાને કારણે તેની સીડીઓ તૂટી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જૈન કોલેજ કેમ્પસમાં સ્થાપિત માનસ્તંભમાં સ્થાપિત મૂર્તિને પવિત્ર કરવા માટે લગાવવામાં આવેલી અસ્થાયી સીડીઓ પડી ગઈ છે. જેના કારણે શ્રદ્ધાળુઓ નીચે દબાઈ ગયા અને નાસભાગ મચી ગઈ હતી.

ઘાયલોમાં પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે
કે તરત જ ઉંચાઈ પર બનેલું પ્લેટફોર્મ તૂટી પડ્યું અને 15 પોલીસ કર્મચારીઓ અને 75 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા. તેઓને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં સાતના મોત થયા છે અને ઘણાની હાલત ગંભીર છે. ઘટનાસ્થળે હાજર લોકોએ મૃતકનું પોસ્ટમોર્ટમ ન કરાવતા હોબાળો મચાવ્યો હતો. અધિકારીઓ સ્થળ પર હાજર છે.

મૃતકોની યાદી : તરસપાલ હુકમચંદ (ઉં.વ.66, ગાંધી રોડ ઇમલી વાલી ગલી), અમિત નરેશ ચંદ (ઉં.વ. 35), અરુણ કેશવ રામ (ઉં.વ.48), ઉષા સુરેન્દ્ર (ઉં.વ. 24), શિલ્પી સુનીલ જૈન (ઉં.વ. 24), વિનીત જૈન (ઉં.વ.40), કમલેશ જૈન (ઉં.વ.65)નું અવસાન થયું છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.

Most Popular

To Top