Business

31મી જુલાઈ સુધી 7.28 કરોડ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ, હવે છેલ્લી તારીખ પૂરી થયા બાદ ભરવો પડશે આટલો દંડ

દેશમાં 31 જુલાઈ સુધી 7.28 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. જે ગયા વર્ષના રૂ. 6.77 કરોડ કરતાં ઘણું વધારે છે. આવકવેરા વિભાગે આ માહિતી શેર કરી છે. નાણાકીય વર્ષ 2023-24માં મળેલી આવક સંબંધિત ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 હતી. 31 જુલાઈના રોજ લોકો આવકવેરા વિભાગની રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવાની રાહ જોતા રહ્યા પરંતુ આખરે તારીખ લંબાવવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જેઓ છેલ્લી તારીખ સુધીમાં તેમના રિટર્ન ફાઇલ કરી શક્યા નથી તેઓએ 1 ઓગસ્ટથી પેનલ્ટી સાથે ફાઈલ કરવું પડશે. સરકાર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર 31 જુલાઈ 2024 સુધી લગભગ 7.28 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા.

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે અમારું હેલ્પડેસ્ક ITR ફાઇલિંગ, ટેક્સ ચુકવણી અને અન્ય સંબંધિત સેવાઓ માટે 24×7 ધોરણે કામ કરી રહ્યું છે. અમે કરદાતાઓને કોલ, લાઇવ ચેટ, વેબએક્સ સેશન્સ અને એક્સ દ્વારા સહાયતા આપીએ છીએ. ડિપાર્ટમેન્ટે કહ્યું કે અમે આ માઈલસ્ટોન સુધી પહોંચવામાં મદદ કરવા બદલ કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે તેમને વિનંતી કરીએ છીએ કે જેમણે આકારણી વર્ષ 2024-25 માટે એટલે કે નાણાકીય વર્ષ 2023-24 નું ITR ફાઈલ કર્યું નથી તેઓએ તેમનો ITR ફાઈલ કરવો જોઈએ. 

જો તમે ITR ફાઇલ કરવાની સમયમર્યાદા ચૂકી ગયા છો, તો 1 ઓગસ્ટથી નવી ટેક્સ વ્યવસ્થા તમારા માટે ડિફોલ્ટ ગણવામાં આવશે. હવે જો તમે 31 ડિસેમ્બર, 2024 સુધી વિલંબિત ITR ફાઇલ કરો છો તો પણ તમે ટેક્સની ગણતરી માટે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરી શકશો નહીં. જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની 31 જુલાઈની સમયમર્યાદા ચૂકી ગયા હોવ તો પણ તમારી પાસે 31 ડિસેમ્બર સુધી ફાઇલ કરવાનો વિકલ્પ છે. જો કે તેના માટે હવે તમારે 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. નાના કરદાતાઓ જેમની કુલ આવક રૂ. 5 લાખથી વધુ નથી તેમને થોડી રાહત મળશે અને તેમના માટે મહત્તમ દંડ રૂ. 1,000 હશે. જો આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો કરદાતાઓને 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

ગયા વર્ષે 6.77 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા
ગયા વર્ષે એટલે કે 31 જુલાઈ 2023 સુધી આકારણી વર્ષ 2023-24 (નાણાકીય વર્ષ 2022-23) માટે ફાઇલ કરાયેલા ITRની કુલ સંખ્યા 6.77 કરોડ કરતાં વધુ હતી. 31 જુલાઈ 2023 સુધીમાં 64.33 લાખથી વધુ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top