રાજ્યમાં જે રીતે કોરોનાના નવા કેસની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે, તે જોતા ચોક્કસ લાગી રહ્યું છે, કે હવે ટુંક સમયમાં કોરોનાના બીજા વેવની વિદાય થવા જઈ રહી છે. મંગળવારે નવા કેસની સંખ્યા ઘટીને 695 થઈ છે. જ્યારે વધુ 11 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9955 થયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક અમદાવાદ મનપામાં 108, સુરત મનપામાં 79, વડોદરા મનપામાં 99, રાજકોટ મનપામાં 32, ભાવનગર મનપામાં 4, ગાંધીનગર મનપામાં 8, જામનગર મનપામાં 18 અને જૂનાગઢ મનપામાં 11, વલસાડમાં 10, વડોદરા ગ્રામ્યમાં 41, જૂનાગઢ ગ્રામ્યમાં 30, સુરત ગ્રામ્યમાં 30 અને ભરૂચમાં 18 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2,122 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો કુલ આંક 7,93,028 થયો છે.
રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 14,724 છે, વેન્ટિલેટર ઉપર 351 અને 14,373 દર્દીઓ સ્ટેબલ છે. મંગળવારે અમદાવાદ મનપામાં 3, સુરત ગ્રામ્યમાં 2, સુરત મનપા, વડોદરા મનપા, ભરૂચ, જામનગર મનપા, અમરેલી, જામનગર ગ્રામ્ય, 1-1 મળી કુલ 11 દર્દીના મોત થયા છે. મંગળવારે 2,58,797 વ્યક્તિને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 1,89,14,643 વ્યક્તિઓને રસી અપાઈ છે.