ગરબાડા, તા.૧૯
ગરબાડાની મીનાકયાર ચેક પોસ્ટ પર મધ્ય પ્રદેશના ભાબરાથી દાહોદ જતી કારમાંથી બીલ વગરના ૬૬.૦૯ કિગ્રા ચાંદીના દાગીના મળી આવ્યા. જે ચાંદીની કુલ કિ.રૂ.૧૮,૧૨,૪૭૨ તથા કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા થેલા નંગ-૩ કિ.રૂ.૧૫૦ મળી કુલ કી.રૂ.૨૩,૧૨,૬૨૨નો મુદ્દામાલ ગરબાડા પોલીસે કબજે કર્યો હતો. ગરબાડા પોલીસ પકડાયેલ ચાંદી દાહોદ ગળાવા માટે લઈ જવાતી હતી એકની અટક નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલા જીલ્લામાં પ્રોહીબીશનની હેરાફેરી થતી અટકાવવા તેમજ અન્ય અન્ય ગેરકાનૂની મુદ્દામાલની થતી હેરાફેરી અટકાવવા સુચના અને માર્ગદર્શન આપી હતી. તથા મદદનીશ પોલીસ અધિક્ષક કે.સિધ્ધાર્થ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.ખાંટ નાઓના માર્ગદર્શન હેઠળ ગરબાડા પીએસઆઇ જે.એલ.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો મીનાક્યાર ચેક પોસ્ટ પર વાહન ચેકીંગમા હતા.
તે દરમ્યાન મીનાયાર ચેક પોસ્ટ પર મધ્યપ્રદેશના ભાબરા થી દાહોદ તરફ જતી એક કાર પસાર થતાં તેનું ચેકિંગ કરતા તેમાંથી ચાંદીના અલગ-અલગ દાગીના મળી આવેલ તેમજ વધુ પૂછપરછ કરતા ચાંદી લઇ જનાર વ્યક્તિ પલાસભાઇ સુધીરભાઇ જાતે જયસ્વાલ ભાભરા મધ્ય પ્રદેશ સોની મોહલ્લા તા.ભાભરા જિ.અલીરાજપુર નાં હોવાનું જણાવ્યું હતું પકડાયેલ ચાંદી દાહોદ ગળાવા માટે લઈ જવાથી હતી અને મળી આવેલ મુદ્દામાલમાં ચાંદીના અલગ- અલગ દાગીના જેનુ વજન ૬૬.૦૯ કિ.ગ્રા. જેની કુલ કિ.રૂ.૧૮,૧૨,૪૭૨ તથા ઇનોવા ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦ તથા થેલા નંગ-૩ કિ.રૂ.૧૫૦ મળી કુલ કી.રૂ.૨૩,૧૨,૬૨૨- નો મુદ્દામાલ. થયો હતો.આમ ગરબાડા પોલીસે મીનાક્યાર ચેક પોસ્ટ પરથી બિલ વગર ચાંદી લઇ જતા એક વ્યક્તિને પકડી અને કાર્યવાહી કરી છે.
મધ્ય પ્રદેશના ભાબરાથી દાહોદ લઇ જવાતુંબીલ વગરનું ૬૬ કિ.ગ્રા ચાંદી ઝડપાયું
By
Posted on