વડોદરા : વર્ષોથી એમ એસ યુનિ.એ કોમર્સ ફેકલ્ટીમાં વડોદરા જીલ્લાની બહારના વિદ્યાર્થીઓ માટે 50 ટકા સુધી પ્રવેશ આપવાની પ્રથા છે. આ શૈક્ષણિક વર્ષમાં યુનિ. દ્વારા પ્રવેશ માટે 65 ટકા નક્કી કરાયા હોઈ સેનેટ સભ્ય દ્વારા રજીસ્ટ્રારને આવેદન પત્ર આપીને તેને 50 ટકા કરવા અને પ્રવેશ ન મળે તો વિદ્યાર્થીની ફી પરત કરવા રજુઆત કરાઇ હતી. એમ એસ યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે આ વર્ષે કટ ઓફ ટકા 50 થી વધારીને 65 ટકા કરતા તેને પગલે આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી. પ્રથમ વર્ષના પ્રવેશ માટે 65 ટકા કરતા એસ.સી.,એસ.ટી., ઇડબ્લ્યુએસ, ઓબીસી, એસઇબીસી સહિત પડોશી જિલ્લાઓ અને સમગ્ર ગુજરાત સામાન્ય વિદ્યાર્થીઓ સહિત ઘણા પ્રેવેશોત્સુક વિદ્યાર્થીઓ પ્રવેશ નહિ મેળવી શકે. ઉપરાંત એમ.એસ. યુનિ. દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ 2035 સુધીમાં વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 26.3% (2018) થી વધારીને 50% કરવાનો લક્ષ્યાંક રાખે છે.
હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 3.5 કરોડ બેઠકો ઉમેરવામાં આવશે. NEP માં GER 50% વધારવો જોઈએ એટલે કે દર વર્ષે મંજૂર કરાયેલ પ્રવેશની સંખ્યા ચાલુ રહેવી જોઈએ. પરંતુ તેનાથી વિપરિત ગત વર્ષે તમે અંદાજે 10,000 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો પરંતુ આ વર્ષે તેમાં અંદાજે 30% બેઠકોનો ઘટાડો થયો હતો જે. NEP 2020ની વિરુદ્ધ છે. ઉપરાંત 65 ટકા કટ ઓફ ટકા કરતા 1550થઈ વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ નહિ મેળવી શકે તેથી યુનિવર્સીટી ને 45 લાખની વધારાની મફતની આવક થશે. ત્યારે જાગૃત સેનેટ સભ્ય કપિલ જોશી દ્વારા વિધાર્થીઓના હિત માટે જે વિધાર્થીઓને પ્રવેશ નહિ મળે તેમને પ્રવેશ ફી પરત કરવાની માંગ કરવામાં આવી તેવી રજુઆત આવેદનપત્ર મારફતે કરવામાં આવી છે.