ઈ સી સર્ટિફિકેટ રદ કરવામાં આવતા માલિકોને ખાણો બંધ કરવી પડી
છોટાઉદેપુર તાલુકાના વનાર, દડીગામ, કાનાવાંટ, ઝેર, બૈડવી પાડલીયા વગેરે ગામોમાં 30 જેટલી ડોલામાઈટ પથ્થરની લીઝ બંધ થઈ
છોટાઉદેપુર: છોટાઉદેપુર ખાતે 32 જેટલી ડોલોમાઈટ પથ્થરની ખાણો કાર્યરત છે આ ખાણ માટે એન્વાયરમેન્ટ સર્ટીફિકેટ રદ કરવામાં આવતા હવે ખાણ ચલાવી શકાય તેમ નથી. જેથી 65 વર્ષથી નિરંતર ચાલતો ડોલામાઈટ ઉદ્યોગ ઉપર માઠી અસર જોવા મળી રહી છે.
છોટાઉદેપુર પંથકમાં 25 જેટલી નાની અને 6 જેટલી મોટી પથ્થરની ખાણો આવેલી છે . જેના એન્વાયરમેન્ટ સર્ટી જિલ્લા મથકેથી વર્ષ 2017/18માં તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા. જેને 2023માં NGT નેશનલ ગ્રીન ટ્યુબિનલ દ્વારા રદ કર્યા અને સ્ટેટ લેવલ પરથી સર્ટી મેળવવા હુકમ કર્યો છે. પરંતુ ખાણ માલિકોના જણાવ્યા અનુસાર આ સર્ટી માઇન્સમાં જવાના પ્રાઇવેટ રોડ હોવા છતાં રોડના કારણે કેન્સલ કરવામાં આવતા નિયમો અનુસાર ખાણ માલિકોએ ખાણો બંધ કરી દેવાનો વારો આવ્યો છે.
ડોલોમાઈટની રોજગારી ઉપર નભી રહેલો છોટાઉદેપુર વિસ્તારની ખાણોમાં 20,000 જેટલા મજૂરો કર્મચારી, માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને પ્રોસેસિંગ યુનિટમાં ફરજ બજાવે છે. જેઓની ખાણો બંધ થઈ જતા રોજગારી ઉપર તવાઈ આવી છે. 130 ડોલોમાઈટ ફેક્ટરીઓ હાલ કાર્યરત હોય જેને છોટાઉદેપુરની 32 જેટલી ખાણો માલ પૂરો પાડે છે. પરંતુ આ ખાણો જ બંધ થઈ જતા આવનારા સમયમાં રોજગારીનો મોટો પ્રશ્ન આવીને ઉભો રહે તથા ફેક્ટરી માલિકો પાસે પણ માલનો અભાવ ઊભો થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
હાલ અન્ય રાજ્યમાં ડોલોમાઇટ ઉદ્યોગ ચાલતો હોય અને ઓવરલોડનો ધંધો ચાલતો હોય વેપારીઓ જણાવી રહ્યા છે કે અન્ય રાજ્યોમાં ફુલ બહારમાં ઉદ્યોગ ચાલી રહ્યો છે જેઓને સહાનુભૂતિના કારણે તેઓને ઈ સી સર્ટિફિકેટ સરળતાથી મળી જાય છે. તેવી પરિસ્થિતિમાં પણ છોટાઉદેપુર નો ડોલોમાઈટ ઉદ્યોગ બાથ ભીડી રહ્યો હતો પરંતુ હવે ઈ સી સર્ટિફિકેટ ના કારણે ભવિષ્યમાં તકલીફ ન પડે તે માટે હાલ માઈન્સ એસોસિએશન છોટાઉદેપુર દ્વારા માઇન્સો નિયમો અનુસાર બંધ કરી દેવામાં આવી છે જ્યારે ડોલોમાઈટ ઉદ્યોગ ઉપર નકારાત્મક અસર શરૂ થઈ છે.
20,000 લોકોનું ગુજરાન ડોલામાઈટ ઉદ્યોગ ઉપર ચાલે છે
છોટાઉદેપુર તાલુકામાં અંદાજે 20,000 જેટલા કર્મચારીઓ ડોલોમાઈટ ઉદ્યોગ સાથે જોડાયેલા છે આ કર્મચારીઓનું ઘરનું ગુજરાન ડોલામાઈટ ઉદ્યોગ ઉપર ચાલે છે જેમાં તાલુકામાં આવેલ ગરીબ આદિવાસીને પોતાનો પેટીયુ રળવા ડોલામાઈટ એકમાત્ર વિકલ્પ છે જ્યારે 100 કિલોમીટર સુધી દૂર દૂર રોજગારીનો કોઈ વિકલ્પ ન હોય જેથી આ ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થવાને કારણે આવનારા દિવસોમાં મજૂરીયાત વર્ગને ભારે તકલીફ અને આર્થિક કટોકટીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે
નિયમ પ્રમાણે ઇસી કેન્સલ થાય તો માઈન્સ બંધ કરી દેવી પડે
છોટાઉદેપુર માઇન્સ એસોસિએશનના પ્રમુખ મહંમદ યુસુફ મલા જણાવી રહ્યા છે કે 2017/ 18 માં અમને જે ઇસી આપવામાં આવ્યા હતા તે રદ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 2023 માં નવા સર્ટી મેળવવા જતા રસ્તાને કારણે ના મંજૂર કરવામાં આવ્યા છે નિયમ પ્રમાણે ઇસી કેન્સલ થાય તો માઈન્સ બંધ કરી દેવી પડે સરકાર તરફથી નવા ઇસીનો આદેશ આવ્યા બાદ ફરી શરૂ કરવામાં આવશે આ લિઝ માઈન્સ બંધ થવાથી છોટાઉદેપુરમાં રોજગારીનો મોટામાં મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે આ ધંધા ઉપર નભતા લેબર વર્ગ કર્મચારી વર્ગ અને 130 જેટલા યુનિટ જે આ માઈન્સ ના માલ ઉપર નભે છે તે પણ ઢબ થઈ જશે જેની અસર આજથી શરૂ થઈ ગઈ છે આ અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં નહીં આવે તો ડોલા માઈટનો ઉદ્યોગ બંધ થઈ જશે જે કારણે આ એસી રદ કરવામાં આવ્યા છે પરંતુ વર્ષોથી આ જગ્યા ઉપર રસ્તા હતા નહીં અમારા માય સંચાલકો દ્વારા આ રસ્તા પોતાની જગ્યામાં બનાવવામાં આવ્યા છે જ્યારે આ રસ્તાથી અન્ય કોઈ રસ્તો માઈન્સ વાળા પાસે નથી જેથી સરકાર આ બાબતે સહાનુભૂતિ નહીં આપ તો છોટાઉદેપુર જિલ્લાનું ધોળી નસ સમાન ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થઈ જશે