National

અયોધ્યાના વિકાસ માટે યુપી સરકારે 640 કરોડ રૂ.ની ફાળવણી કરી

સોમવારે ઉત્તરપ્રદેશ સરકારનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ બજેટ સંપૂર્ણ રીતે ‘ અયોધ્યામય’ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ અયોધ્યામાં વિકાસ અને બ્યુટિફિકેશન માટે રૂ. 640 કરોડ રૂ. ફાળવવામાં આવ્યા છે.

નાણાકીય વર્ષ 2021-22 માટેના બજેટ જોગવાઈઓમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યા ધામ સુધીના એપ્રોચ રોડના નિર્માણ માટે 300 કરોડ રૂપિયાની રકમનો સમાવેશ થાય છે.
બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ માટે, ત્યાંના સૂર્યકુંડના વિકાસ સહિત રૂ. 140 કરોડની દરખાસ્ત પણ કરી છે. અયોધ્યામાં અન્ય પર્યટન સુવિધાઓના વિકાસ અને બ્યુટિફિકેશન માટે બીજા 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

અયોધ્યા એરપોર્ટના વિકાસ માટે બજેટમાં 101 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, તેનું નામ મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામ એરપોર્ટ રાખવામાં આવશે. રાજ્યમાં અન્યત્ર પર્યટકોને આકર્ષવા માટે, વારાણસી અને ચિત્રકૂટમાં પર્યટન સુવિધાઓના વિકાસ અને સુશોભન માટે બજેટ અનુક્રમે રૂ. 100 કરોડ અને 200 કરોડની જોગવાઈ છે.

અયોધ્યા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય વિમાનમથક તરીકે વિકસાવવાની યોજના છે. ગયા વર્ષે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારથી ધાર્મિક પર્યટનની દ્રષ્ટિએ દેશ અને દુનિયામાં અયોધ્યાનું આકર્ષણ વધ્યું છે.

ચૌરી-ચૌરા ઘટના શતાબ્દી વર્ષના સ્મરણ પ્રસંગ માટે બજેટમાં 15 કરોડની રકમ પણ પૂરી પાડવામાં આવી છે. બજેટમાં લખનઉમાં આદિવાસી સંગ્રહાલય અને શાહજહાંપુરમાં સ્વાતંત્ર્ય સેનાની ગેલેરીના નિર્માણ માટે અનુક્રમે રૂ .8 કરોડ અને 4 કરોડની દરખાસ્ત પણ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા તેના બજેટમાં પ્રખ્યાત લેખકો અને કલાકારોને ‘ઉત્તર પ્રદેશ ગૌરવ સન્માન’ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને રાજ્ય દ્વારા બીજો કોઈ એવોર્ડ આપવામાં આવ્યો નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top