uncategorized

સુરત : બાબા રામદેવ દ્વારા એલોપેથીને સ્ટુપીડ સાયન્સ કહેવામાં આવતા મામલો બિચક્યો છે. તેમના આ વિવાદસ્પદ નિવેદન બાદ તા. 1 જૂનના રોજ સિવિલ હોસ્પિટલમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતા ડોક્ટરો દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધીને બ્લેક-ડે મનાવવામાં આવ્યો હતો. આ સાથે જ જૂનિયર ડોક્ટર એસો.એ જણાવ્યું હતું કે, જ્યાં સુધી બાબા રામદેવ પોતાનું નિવેદન પાછુ નહીં ખેંચે ત્યાં સુધી વિરોધ ચાલું જ રહેશે.

સુરતના ઇન્ડિયન મેડિકલ એસો.ના પ્રમુખ ડો. હિરલ શાહ સહિત અન્ય આગેવાનો અને એલોપેથીની પ્રેક્ટિસ કરતા ડોક્ટરો દ્વારા વિરોધ કરાયો હતો. ચેસ્ટ વિભાગના વડા ડો. પારૂલ વડગામા સહિતના ડોક્ટરોએ ટ્રોમા સેન્ટર પાસે હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો. આ અંગે માહિતી આપતા જૂનિયર ડોક્ટર એસોસિએશનના ડો. જીગ્નેશ ગાગડિયાએ જણાવ્યું હતું કે, બાબા રામદેવે જે નિવેદન આપ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ. એલોપેથી દવાથી લાખોના જીવ ગયા છે. એ નિવેદનને વખોડી કાઢીએ છીએ.

રામદેવ બાબાના લાખો ફોલોઅર્સ છે આવા મેસેજથી લોકોમાં ખોટો ભ્રમ ઉભો થશે. જે લોકોએ વેકસિનના બે ડોઝ લીધા છે. એ લોકોના પણ જીવ ગયા છે. ડૉક્ટર પાસે જવાથી એલોપેથી દવા લેવાથી જીવ જશે. એલોપેથી અને વેક્સિનને લઈ આવા નિવેદનથી લોકોમાં એલોપેથી-વેક્સિનને લઈ નકારાત્મક વિચાર ઉભા થશે. હાલ વેક્સિનને લઈ લોકોમાં જાગૃતતા લાવવાનો સમય છે. જો બાબા રામદેવ સામે કોઈ લીગલ પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં એસોસિએશન જે નક્કી કરશે અમે એમની સાથે રહી બાબા રામદેવ વિરુદ્ધની કાર્યવાહીમાં સાથ આપીશું.

Most Popular

To Top