દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 62,258 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો વધીને 1,19,08,910 થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં સતત 17 દિવસથી કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા વધીને 4,52,647 થઈ છે. જે કુલ સંક્રમિત દર્દીઓના 3.80 ટકા છે. તેમજ રિકવરી રેટ ઘટીને 94.85 ટકા થઈ ગયો છે.
દેશમાં નવા 261 મૃત્યુ નોંધાયા છે. જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ છે. જેની સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,61,240 થયો છે.આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં શનિવારે નોંધાયેલા કેસ 16 ઓક્ટોબર 2020એ નોંધાયેલા 63,371 કેસ બાદ સૌથી વધુ છે.
દેશમાં કોરોનાને માત આપનાર દર્દીઓનો આંકડો વધીને 1,12,95,023 થઈ ગયો છે. જ્યારે મૃત્યુદર ઘટીને 1.35 ટકા થયો છે.ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,64,914 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યારે સુધી કુલ 23,97,69,553 ટેસ્ટ કરવામાં આવ્યા છે.દેશમાં નવા 291 મૃત્યુમાં મહારાષ્ટ્રના 112, પંજાબના 59, છત્તીસગઢના 22, કેરળના 14 અને કર્ણાટકના 13 લોકોનો સમાવેશ છે.