Madhya Gujarat

આણંમાં 605 મકાનોનું 10મીએ લોકાર્પણ કરાશે

આણંદ તા 8
રાજ્યમાં તમામ જુદી જુદી આવાસ યોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ 10મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે ટુ વે સંવાદ કરશે.
રાજયની સાથે આણંદ જિલ્લામાં પણ વિવિધ તાલુકાઓમાં આવાસ યોજનાના મકાનોનો લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. જેમાં વિધાનસભાના નાયબ દંડક  અને બોરસદના ધારાસભ્ય  રમણભાઈ સોલંકી, આણંદના ધારાસભ્ય  યોગેશભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય  ગોવિંદભાઈ પરમાર, પેટલાદના ધારાસભ્ય  કમલેશભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય  વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે.
આ કાર્યક્રમ 10મી ફેબ્રુઆરીના રોજ જે તે વિધાનસભામાં યોજાશે. આણંદ જિલ્લામાં કુલ 320 મકાનોનું ખાતમુહર્ત કરવામાં આવશે. જેમાં ખંભાતમાં 96, બોરસદમાં 35, આંકલાવમાં 10, ઉમરેઠમાં 34, આણંદમાં 23, પેટલાદમાં 72 અને સોજીત્રામાં 50 મકાનોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે 285 મકાનોના લોકાર્પણ કરવામાં આવશે. જેમાં ખંભાતમાં 96, બોરસદમાં 35, આંકલાવમાં 10, ઉમરેઠમાં 34, આણંદમાં 23, પેટલાદમાં 72 અને સોજીત્રા તાલુકામાં 15 આવાસ યોજનાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top