સુરત(Surat): નવસારી બજાર મલેક વાડી ખાતે રહેતા 60 વર્ષના મનપાના (SMC) નિવૃત (Retired) સફાઈ કામદાર (Cleaner) વૃદ્ધે શ્વાન સાથે સૃષ્ટિ વિરુધનું કૃત્ય (An act against nature with dogs) કર્યાનો વિડીયો વાયરલ (ViralVideo) થયો હતો. આ વિડીયોના આધારે ગૌરક્ષા મંચના અધ્યક્ષે વૃદ્ધની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ માનસિક વિકૃત નિવૃત સફાઈકર્મીની ધરપકડ કરી હતી.
- નવસારી બજાર મલેકવાડી ખાતે રહેતો 60 વર્ષનો હરીશ મારૂ 3 વર્ષથી આ રીતે કૃત્ય કરતો હોવાનો આક્ષેપ
- જીવદયા પ્રેમી મહિલા પાસે આ નરાધમનો વિડીયો આવતા પોલીસ ફરિયાદ
જમીન દલાલીનું કામ કરતા અને ભારતીય ગૌરક્ષા મંચના અધ્યક્ષ તરીકે સેવા આપતા ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ હરજીભાઈ ગામીએ અઠવા પોલીસ સ્ટેશનમાં શ્વાન સાથે સૃષ્ટિ વિરુધનું કૃત્ય કરનાર 60 વર્ષીય વૃદ્ધની સામે ફરિયાદ નોંધાવી હતી. મંગળવારે તા. 1 ઓગસ્ટની સવારે ધર્મેશ ગામી ઘોડદોડ રોડ ખાતે આવેલી ઓફિસમાં બેઠા હતા. ત્યારે તેમના મિત્ર તથા જીવદયા પ્રેમી દિવ્યેશભાઈ વાણીયાએ તેમને બે વિડીયો વોટ્સએપથી મોકલ્યા હતા.
જેમાં રાત્રે બે કૂતરાં સાથે એક વૃદ્ધ ચેનચાળા કરતો હતો. તેમાંથી એક કૂતરાં સાથે સૃષ્ટિ વિરુધનું કૃત્ય કર્યું હતું. બાદમાં આ વિડીયો મોકલનાર અનિતાબેન સાથે ફોન પર વાતચીત કરતા આ વૃદ્ધ મલેકવાડી નવસારી બજાર ખાતે રહેતો હોવાનું અને તેનું નામ હરીશ મારૂ (ઉ.વ.60) હોવાનું જણાવ્યું હતું.
તે છેલ્લા બે ત્રણ વર્ષથી આ રીતે શ્વાન સાથે અશોભનિય અત્યાચાર કરી રહ્યો છે. પરંતુ તેનો કોઈ પુરાવો નહોતો. તેનો વિડીયો ઉતારી લેવામાં આવતા હવે તે ખુલ્લો પડી ગયો છે. જેથી તે વૃદ્ધની સામે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાંચ સંતાનોનો પિતા 3 વર્ષથી શ્વાન સાથે અત્યાચાર આચરી રહ્યો હતો
સુરત મહાનગરપાલિકાનો નિવૃત સફાઇ કામદાર તરીકે હરીશ મારૂને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો હોવાની વિગત જાણવા મળી છે. જે અંગે ગૌરક્ષા મંચના અધ્યક્ષ ધરમેન્દ્ર ભાઇએ જણાવ્યું હતું કે, તેઓને આ વ્યકિત વિશે સતત ફરિયાદ મળતા આ કેસમાં અઠવા પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે.
દરમિયાન આ વૃદ્ધ વારંવાર આ રીતે જાનવરો સાથે સેકસ કરતો હોવાની ફરિયાદ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. શ્વાન પર બળાત્કાર કરનાર હરીશ મારૂની અઠવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.