Madhya Gujarat

મહિસાગર કોંગ્રેસ ઉપપ્રમુખ સહિત 60 ટેકેદાર ભાજપમાં જોડાયાં

વિરપુર : મહિસાગર જિલ્લામાં ભાજપના સ્થાપના દિવસે જ કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત ટેકેદારોએ કેસરીયા ખેચ ધારણ કર્યો હતો. વિરપુર તાલુકામાં ભુમી પુજન કાર્યક્રમ દરમિયાન મહીસાગર જિલ્લા કોંગ્રેસના તેમજ વિરપુર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાં હતાં. જેમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસના ઉપ પ્રમુખ નયન પટેલ તેમજ વિરપુર તાલુકા કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો સહિત 60 જેટલા ટેકેદારે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

વિરપુર તાલુકાના કોયડમના જાંબુડી ગામ ખાતે યોજાયેલા ભુમી પુજન કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાના અધ્યક્ષસ્થાને કોંગ્રેસના 60 જેટલા આગેવાનો હોદ્દેદારો કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં મહિસાગર જીલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા, બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, ખેડા જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મુકેશ શુક્લ, કોયડમ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ બળવંતભાઈ, જીલ્લા પંચાયત સદસ્ય પિનાકિન શુક્લ, જીલ્લા પંચાયત સદસ્ય રમતુભાઈ બારીયા, પુર્વ અમુલ ડેરીના ડીરેકટર રાધુસિંહ પરમાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં 60 જેટલા વિરપુર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. જોકે આ ધટનાન લઈને જીલ્લામા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે.

કોંગ્રેસમાં મારે કોઈ પણ પ્રકારનો આંતરીક વિખવાદ ન હતો
‘કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો છું. કોઈ પણ પ્રકારની લોભ કે લાલચ વગર જોડાયો છું. કોંગ્રેસ પક્ષથી કોઈ પણ પ્રકારની મને હેરાનગતિ ન હતી. ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા સુધી ભાજપ સર્વત્ર હોવાથી તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે રહીને સમાજસેવાથી વિકાસના કામો કરવા છે. તે માટે આજે 60 જેટલા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો સાથે રાખી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું.’ – નયનભાઈ પટેલ.

Most Popular

To Top