બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ સબઓર્બિટલ વાહન (NS-31) એ તેનું 31મું મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. 14 એપ્રિલ 2025 ના રોજ પોપ ગાયિકા કેટી પેરી સહિત છ મહિલાઓએ અવકાશની યાત્રા કરી હતી. આ ઉડાન લગભગ 11 મિનિટ ચાલી હતી. NS-31 ક્રૂ કેપ્સ્યુલ ટેક્સાસના રણમાં પેરાશૂટ દ્વારા સુરક્ષિત રીતે ઉતર્યું.
અગાઉ 1963માં વેલેન્ટિના તેરેશકોવા પ્રથમ સંપૂર્ણ મહિલા અવકાશયાત્રી હતી. આ મિશન દરમિયાન અવકાશયાત્રીઓએ થોડી મિનિટો માટે વજનહીનતાનો અનુભવ કર્યો હતો. પૃથ્વીના જીવન બદલી નાખનારા દૃશ્યો જોયા હતા.
પ્રખ્યાત હોલીવુડ ગાયિકા કેટી પેરી અને અમેરિકન અબજોપતિ જેફ બેઝોસની મંગેતર લોરેન સાંચેઝ તેમની અવકાશ યાત્રાથી પરત ફર્યા છે. તેમનું અવકાશ મિશન સાંજે 7:02 વાગ્યે શરૂ થયું હતું. આ યાત્રામાં તેમની સાથે ચાર વધુ મહિલાઓ પણ હતી. આમાં ટીવી પ્રેઝન્ટર ગેઇલ કિંગ, માનવાધિકાર કાર્યકર્તા અમાન્ડા ન્ગ્યુએન, ફિલ્મ નિર્માતા કેરીન ફ્લાયન અને નાસાના ભૂતપૂર્વ રોકેટ વૈજ્ઞાનિક આઈશા બોવેનો સમાવેશ થાય છે.
ખાસ વાત એ છે કે 1963 પછી અવકાશ યાત્રા પર જનારી આ પહેલી મહિલા ક્રૂ છે. 1963માં રશિયન એન્જિનિયર વેલેન્ટિના તેરેશકોવાએ એકલા અવકાશમાં મુસાફરી કરી હતી. જેફ બેઝોસની બ્લુ ઓરિજિન કંપનીનું રોકેટ આ ક્રૂને અવકાશમાં લઈ ગયું. આ મુસાફરીમાં 11 મિનિટનો સમય લાગ્યો. આ મિશન બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ પ્રોગ્રામનો એક ભાગ છે, જેને NS-31 નામ આપવામાં આવ્યું છે.
આ ક્રૂમાં શામેલ હતા
- પોપ સ્ટાર: કેટી પેરી
- સીબીએસ મોર્નિંગ્સના સહ-યજમાન: ગેઇલ કિંગ
- લેખક અને બાયોએસ્ટ્રોનોટિક્સ સંશોધક: અમાન્ડા ન્ગ્યુએન
- સ્ટેમબોર્ડના સીઈઓ અને ભૂતપૂર્વ નાસા રોકેટ વૈજ્ઞાનિક: આયેશા બોવે
- ફિલ્મ નિર્માતા: કેરિયન ફ્લાયન
- મિશન લીડર: લોરેન સાંચેઝ, બ્લુ ઓરિજિનના સ્થાપક જેફ બેઝોસના મંગેતર
