વડોદરા : મંગળવારે મોડી રાત્રે શહેરના છેવાડે આવેલા મુજાર ગામડી ગામની સીમમાં એક માસુમ યુવતીનો હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી અવ્યો હતો. બનાવના પગલે સ્થાનિક સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો હતો. જેમાં યુવતીને તેના એકતરફી પ્રેમીએ જ અન્ય પ્રેમ સંબંધની શંકાએ ક્રુરતાપુર્વક પાળીયાના ઘા ઝીંકી મોતને ઘાત ઉતારી હોવાનો ચોકાવનારો તથ્ય સામે આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તૃષા સોલંકીની બહેમીપુર્વક હત્યા કરનાર કલ્પેશ ઠાકોર જે મકરપુરા જીઆઈડીસીમાં ઈલેક્ટ્રીશીયનનું કામ કરે છે. જેને બનાવ બાદથી ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કલ્પેશે કબૂલાત કરી હતી કે, તેને જ તૃષાની પાળિયાના ઉપરા-છાપરી 7થી 8 ઘા ઝિંકી હત્યા કરી છે. કલ્પેશ અને તૃષા ચારેક વર્ષ અગાઉ સંપર્કમાં આવ્યા હતા. ત્યારે કલ્પેશ તૃષા પાછળ એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. જે તૃષાને પસંદ ન હતું. તૃષા વધુ અભયાસ માટે વતન જતી રહી હતી. ત્યારે તેઓની મિત્રતા તૂટી ગઈ હતી.આ દરમિયાન તૃષા અન્ય કોઈ સાથે પણ વાત કરતી હોવાની જાણ કલ્પેશને થતા તે ઉશ્કેરાયો હતો અને તૃષા મારી નહીં તો કોઈ નહીં તેવી માનસિકતા બનાવી તેની હત્યા કરવાનો પ્લાન તૈયાર કરી નાખ્યો હતો.
તૃષા વડોદરામાં છે તેવી જાણ કલ્પેશને થતા તેને મળવાની જીદ પકડી હતી. જ્યારે પહેલા તૃષાએ ના પાડી દીધી હતી. જોકે કલ્પેશે આપઘાત કરવાની ધમકી આપતા તૃષા તેના ક્લાસ બાદ મળવા રાજી થઈ હતી. કલ્પેશ અગાઉથી જ તેની સાથે ધારદાર પાળિયું તેના કમરના ભાગે લઈ લીધુ હતું અને તેના મિત્ર દક્ષેશને સાથે લઈ હાઈવે પર કામ છે તેમ કરીને લઈ ગયો હતો. જામ્બુઆ હાઈવે રોડ ખાતે મહાસાગર હોટલ નજીક બાઈક ઉભી રાખી કલ્પેશે દક્ષેશને ત્યાં બાઈક પાસે ઉભો રાખ્યો હતો અને તે રોડ ક્રોસ કરી સામે જતો રહ્યો હતો. ત્યારે સાડા સાત વાગ્યની આસપાસ તૃષા ત્યાં આવી હતી. જ્યાં કલ્પેશે તેને મારા ઘણા ઓળખીતા અહીં છે. કોઈ જોઈ જશે કહી વાત કરવા તે સ્થળથી થોડુ આગળ મુજાર ગામડી ગામની સીમમાં લઈ ગયો હતો.જ્યાં કલ્પેશે તૃષાને અન્ય મિત્ર બાબતે પૂછતા તૃષાએ એ બાબતે વાત કરવાનો ઈન્કાર કરતા કલ્પેશ વધુ ઉશ્કેરાયો હતો. ત્યારે તે સ્થળ પર ખુબ અંધારૂ હતું.જેથી તૃષાએ પાછળ ફરી જોતા કલ્પેશે પાળિયાથી તૃષાને 6થી 7 ઘા ઝિંકી દીધા હતા. તૃષાએ તેનો બચાવ માટે હાથ વચ્ચે લાવતા તેનો એક હાથ પણ કપાઈ ગયો હતો. કલ્પેશે તૃષાની હત્યા બાદ કલ્પેશ તેને કોઈ જોઈ જશે તેમ સમજી પાળિયુ અને તેને ખુદને તૃષાના કપડા વડે લુછી પાળિયુ સાથે લઈને તેમજ તૃષાના ફોનને સાથે રાખી ઘરે જતો રહ્યો હતો.ઘરે જઈ કલ્પેશે તેના લોહીથી લથપથ કપડા જાતે ઢોઈ આરામથી સુઈ ગયો હતો. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ કલ્પેશના ઘરે જઈ તેને દબોચી લીધો હતો.
આ કૃત્ય પાછળ ચાર પાંચ વ્યક્તિઓ સામેલ છે
એસેસજીના પીએમ રૂમ બહાર વ્હાલસોયી દીકરીની હત્યા બાદ શોકમગ્ન થયેલા પિતાએ આક્રંદ સાથે જણાવ્યું હતું કે જાગો, વડોદરામાં આવો ત્રીજો બનાવ થયો છે. મારી દીકરીની એ રીતના હત્યા કરવામાં આવી છે.જેમાં કોઈ એક વ્યક્તિનો હાથ નથી.ચાર પાંચ વ્યક્તિઓ સામેલ હોઈ તેના મૃતદેહ પરથી જણાઈ આવે છે.મારી પોલીસ તંત્રને નમ્ર વિનંતી છે કે એની પૂરેપૂરી જાચ કરી અમને અને મારી દીકરીને ન્યાય આપો.
સોશિયલ મીડિયા પર દીકરીઓની ન્યાયની વાતો કરતા લોકો ક્યાં ગયા?
સોશિયલ મીડિયા પર દીકરીઓના ન્યાય માટે કંઈક કરવું જોઈએ અને જે લોકો સ્ટેજ માટે ગમે ત્યાં ઉભા થઈ જાય છે.ત્યારે આવા સમયે આ દીકરી સાથે આવું બન્યું છે.તો જે લોકો હિન્દુત્વની વાતો કરે છે કટ્ટર હિન્દુત્વ ની વાતો કરે છે તેઓ આવા સમયે ક્યાં ગયા.ન્યાય માંગવાની જરૂર છે.ત્યારે અહીં કોઈ દેખાયું નથી.કોઈ રેલી કરવાની હોય,સન્માન કરવાનું હોય ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જાય છે.આ સમય એવો છે કે અહીં કોઈ રાજકીય રમત રમવાની જરૂર નથી. માત્ર દીકરીના ન્યાય ની જરૂર છે.હવે જાણવા મળશે કે કોણ કેટલા પાણીમાં છે.આરોપીઓને ખુલ્લેઆમ સજા આપવામાં આવે જેથી કરીને બીજી દીકરીઓ સાથે આવું પગલું ભરતા અને ખરાબ નજરે જોતા પણ વિચારે. – અક્ષીતાબા સોલંકી, સોશિયલ વર્કર
પોલીસ કેવી રીતે કલ્પેશ સુધી પહોંચી ?
હત્યા થઈ હોવાની જાણ પોલીસને થતા સ્થાનિક સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તથા અન્ય સોર્સીને કામે લગાડ્યા હતા. આ સાથે પોલીસ તૃષાના મૃતદેહ પાસેથી તેનું આધારકાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે પોલીસે તેના સંબંધીના ઘરે પહોંચી હતી. જ્યાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંગે પુછપરછ કરતા કલ્પેશનું નામ ખુલ્યું હતું. કલ્પેશ અગાઉ તૃષાને હેરાન કરતો હોવાથી તેના સંબંધીઓએ કલ્પેશને ઠપકો આપ્યો હતો. બસ પોલીસ માટે આ એક કદી ઘણી કામે લાગી ગઈ હતી. પોલીસે કલ્પેશને ઉઠાવી પુછપરછ કરતા સમગ્ર હત્યાનો રહસ્ય ખુલી ગયો હતો.
બચાવો… બચાવો… જેવી બુમો સંભળાઈ હતી
‘‘હું બનાવના સ્થળ નજીક જ હાજર હતી ત્યારે લાઈટો જતી રહી હતી. દરમિયાન કોઈ છોકરીની બચાવો બચાવો જેવી બુમો સંભળાતી હતી. આ સાથે છોકરીને જોર-જોરથી કોઈ ફટકા મારતા હોય તેવા અવાજ પણ આવ્યા હતા. પરંતુ તે સ્થળ પર ઘણુ અંધારૂ હોવાથી હું તે સ્થળ પર જઈ શકી ન હતી. થોડી વારમાં લાઈટો આવતા હું સ્થળ પર ગઈ હતી અને ત્યાં જઈને જોતા એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાદ અમે પોલીસને જાણ કરી હતી.’’ – ગીતાબેન રણજીત પાટણવાડીયા, હત્યાના સ્થળ નજીક રહેતા
ડોબરમેન “સમ્રાટ” હત્યારાની શોધમાં 5 કિ.મી. સુધી દોડ્યો
હત્યાનો બનાવ બન્તા સ્પોટ પર ડોગ સ્કોડ પણ આવી હતી. હત્યારા સુધી પહોંચવા ડોગ સ્કોડનો ડોબરમેન ડોગ સમ્રાટ ઘટના સ્થળેથી તૃષાની એક્ટીવા અને તે બાદ એક્ટીવાથી તૃષા સુધી દોડ્યો હતો. અને લગભગ પાંચ જેટલા કીમી.ના અંતર જેટલું તેને ડીટેકશન કર્યું હતું.
તૃષાનું મોપેડ કલ્પેશ બનાવના સ્થળેથી એક કિમી દૂર મૂકી આવ્યો
કલ્પેશે તૃષાની હત્યા કર્યા બાદ પોતે જે તૃષાની મોપેડ પર બેસીને આવ્યો હતો. તે મોપેડ કલ્પેશ બનાવના સ્થળેથી એક કીમી દુર મુકી પોતાનો મિત્ર જે કલ્પેશની બાઈક પાસે ઉભો હતો. ત્યાં કઈ બન્યું જ ન હોય તેમ જઈ ઘરે જતો રહ્યો હતો.
“તૃષા મારી નહીં તો કોઈની નહીં”
કલ્પેશ તૃષાના એકતરપી પ્રેમમાં પાગલ થયો હતો. પરંતુ તે વાત તૃષાને પસંદ ન હતી. તેઓની મિત્રતા તુટી જતા. કલ્પેશ ઉશ્કેરાયો હતો. આ સાથે કલ્પેશને તૃષા કોઈ અન્ય સાથે ચેટીંગ કરે છે. તેવી જાણ થઈ હતી. જેથી તે રોષે ભરાયો હતો. તૃષાને મળવા બોલાવ્યા બાદ કલ્પેશે ફરી એકવાર અન્ય કોઈ મિત્ર અંગે પુછતા તૃષાએ તે બાબતે વાત કરવાનો ઈન્કાર કરી દિધો હતો. જેથી વધુને વધુ ઉશ્કેરાયેલા કલ્પેશે બહરેમીપુર્વક તૃષાની હત્યા કરી નાખી હતી.
કોઇ ચિંતા વગર કલ્પેશે ફોન ચાલુ જ રાખ્યો હતો
કલ્પેશે હત્યા કર્યા બાદ તૃષાનો ફોન સાથે લઈ બંધ કરી દિધો હતો. અને તે ફોનને પોતાની બાઈકમાં સંતાડી દિધો હતો. કલ્પેશ વગર કોઈ ચીંતાએ ઘરે આવી પોતાના લોહીવાળા કપડા ઢોઈ પોતાના ફોન ચાલુ જ રાખી આરામથી સુઈ ગયો હતો.
પ્રેમસંબંધ રાખવા કલ્પેશ તૃષાને ઈમોશનલ બ્લેકમેલ કરતો હતો
તૃષાએ કલ્પેશ સાથે સંબંધ રાખવા ઈન્કાર કરી દિધો હતો. જોકે તે બાદ કલ્પેશે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને તૃષાને આપઘાત કરી લેવાની ધમકીઓ આપી સંપર્કમાં રહેવા દબાણ કરતો હતો.