ફતેપુરા: ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમાં જ ઘરફોડ ચોરીના ગુનેગારોને ડિટેક્ટ કરી ગુનેગારોને ઝડપી પાડયા હતા. ફતેપુરા પોલીસ અને ઉપલા અધિકારીઓ દ્વારા આપેલા આદેશ મુજબ ચોરીના ગુનાઓને અનડિટેક્ટ ગુની ડિટેક્ટ કરી આરોપીઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે આધારે તારીખ 2. 10 .2021 ના રોજ ગુનો આઈ.પી.સી.કલમ 457 .458. 380 મુજબનો ચોરીનો ગુનો નોંધી ને શોધી કાઢવા ચોરી કરી નાસતા ફરતા આરોપીઓને પકડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાના ઘરે આવેલની માહિતી મળતા ત્રણ અલગ અલગ ટીમોને તેઓના ઘરે મોકલી ઘરને કોર્ડન કરી છ આરોપીઓને પકડી પાડયા હતા.
ફતેપુરાના વાંદરીયા ગામે પ્રાથમિક શાળામાં ઓફિસના દરવાજાનું તાળુ તોડી h.c.l કંપનીનું સી.પી.યુ અને એસ્સાર કંપનીની એલસીડી નંગ છ અને એક મોનિટર એક પ્રિન્ટર આમ તેની કુલ રૂપિયા કિંમત 20500ની ચોરી કરી હતી. તેની ફરિયાદ શાળાના આચાર્ય આપેલ જે આધારે પી. એસ .આઇ સી. બી. બરંડા એ ગુનો નોંધી તપાસના આધારે આરોપી અને એક બાળક કિશોરને ઝડપી પાડયા હતા. તેમાં બે ઈસમો વાંદરીયા પૂર્વ એક નાની ચારોળી અને બીજા રાજસ્થાનના હતા અને તેઓએ ઉપયોગમાં લેવાયેલ સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે ફતેપુરા પી.એસ.આઇ તથા સ્ટાફના માણસો ને પકડી પાડવામાં સફળતા મળી હતી