દાહોદ : દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે જમીન સંબંધી મામલે અદાવત રાખી ૬ જેટલા ઈસમોએ કુહાડી, લાકડીઓ જેવા મારક હથિયારો સાથે ધસી આવી ત્રણ વ્યક્તિઓને માર મારી ધિંગાણું મચાવતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી.ઈજાગ્રસ્ત મહિલાએ સુખસર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે 6 હુમલાખોર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગત તા.૦૯મી નવેમ્બરના રોજ ફતેપુરા તાલુકાના ભોજેલા ગામ તથા આશપુર ગામે રહેતાં શૈલેષભાઈ અંબાલાલ કટારા, સુભાષભાઈ અંબાલાલ કટારા, અંબાલાલ માલાભાઈ કટારા અને ઉષાબેન સુભાષભાઈ કટારાનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે કુહાડી, લાકડીઓ સાથે રાખી ભોજેલા ગામે રહેતાં શર્મિષ્ઠાબેન ચીમનભાઈ મછારના ઘરે ધસી આવ્યાં હતાં અને બેફામ ગાળો જમીન બાબતે અદાવત રાખી કુમેશભાઈ, શર્મિષ્ઠાબેન અને ચીમનભાઈને કુહાડી વડે તેમડ લાકડી વડે માર મારી શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી નાખ્યાં હતાં. તેમને સારવાર માટે ખસેડાયાં હતા.આ સંબંધે ઈજાગ્રસ્ત શર્મિષ્ઠાબેન ચીમનભાઈ મછારે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભોજેલામાં જમીન મુદ્દે 3 લોકો પર 6 શખ્સોનો શસસ્ત્ર હુમલો
By
Posted on