વડોદરા: આગામી ગણેશ ઉત્સવને લઇને સરકાર કોરોના ગાઇડ લાઈન નું પાલન કરી ઉત્સવ મનાવાની જાહેરાત કરી છે. ત્યારે મોડેમોડે પાલિકાતંત્ર એ શહેરના ચાર ઝોનમાં 6 કુત્રિમ તળાવ બનાવવામાં આવશે.જ્યાં કૃત્રિમ તળાવ માં ગણપતિનું વિસર્જન કરવામાં આવશે તેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.બેરેકેટીગ, લાઇટિંગ, ક્રેન, તારાપા, પાર્કિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી. વડોદરા શહેર એ સંસ્કારી નગરી, કલાંનગરી અને ઉત્સવપ્રિય નગરી છે. જેમાં દરેક તહેવારો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આગામી ગણેશ ઉત્સવ ને લઈને સરકાર દ્વારા કોરો ના ગાઇડલાઇન મુજબ ગણેશ ઉત્સવ મનાવવાની જાહેરાત કરવામાં આવી છે .પરંતુ કોઈ ચોક્કસ એસ ઓ પી હજુ સુધી સરકાર દ્વારા બહાર પાડવામાં આવી નથી. 4 ફૂટની ગણેશ મૂર્તિ ગણેશ મંડળો દ્વારા મૂકવામાં આવશે. ડીજે ની પરમિશન આપવામાં આવી નથી તેને લઈને ગણેશ મંડળો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે પાલિકા તંત્રએ મોડે મોડે ગણેશ વિસર્જન ને લઈને વડોદરા શહેરમાં 4 ઝોનમાં 6 કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાલિકા દ્વારા ચાર ઝોનમાં કુત્રિમ તળાવ બનાવાશે
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઉત્સવ પ્રિયનગરી વડોદરા શહેરના ગણેશ ભક્તોને ગણેશ વિસર્જન માટે કોઈ તકલીફ ના પડે તે માટે પાલિકા દ્વારા શહેરના 4 ઝોનમાં કુત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા અને સમા વિસ્તાર, દક્ષિણ ઝોનમાં એફ.એસ.વી. સ્કૂલ 2 અને કપુરાઈ ગામ ઉત્તર ઝોનમાં નવલખી અને પશ્ચિમ ઝોનમાં ગોરવા દશામાં તળાવ ખાતે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બેરીકેટ લાઇટિંગ તરાપા ફ્રેન્ડ તથા પાર્કિંગની સુવિધા માટે તંત્ર કામે લાગી રહ્યું છે. શહેરના નાગરિકો ભક્તિ ભાવ સાથે 1 દિવસ થી 10 દિવસ સુધી ગણેશ વિસર્જન કરી શકે તેવી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.