World

જાપાનમા 6.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીનું એલર્ટ

જાપાન ( JAPAN) ના ટોક્યો ( TOKYO) નજીક એક મોટો ભૂકંપ ( EARTHQUAKE) અનુભવાયો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી છે. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામી ( TSUNAMI) ની ચેતવણી જારી કરવામાં આવી છે. સિસ્મોલોજીના નેશનલ સેંટે આ માહિતી આપી છે. યુએસજીએસએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર જાપાનની ઇશિનોમાકીથી 34 કિલોમીટર પૂર્વમાં અને 60 કિલોમીટર ઊંડાણમાં હતું.

સ્થાનિક ટીવી ચેનલ એનએચકેના જણાવ્યા અનુસાર, ભૂકંપના ત્રાટક્યા પછી તરત જ સુનામીની પ્રથમ લહેર લગભગ 1 મીટર (3.2 ફુટ) જેટલી વધી અને કિનારા પર અથડાઇ હતી. એએફપીના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમય અનુસાર સાંજના 6.9 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ પરમાણુ પ્લાન્ટોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય, સ્થાનિક રેલ્વેએ શિંકનસેન બુલેટ ટ્રેન સેવા સહિતની ટ્રેન સેવાઓ બંધ કરી દીધી છે.

10 માર્ચ, 2011 ના રોજ જાપાનમાં 9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ સુનામી આવી હતી.તે સુનામીએ અનેક જીવ ગુમાવ્યા હતા. અહેવાલો અનુસાર સુનામીની ચેતવણી બહાર પાડ્યા પછી, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો ઊંચાણવાળા સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે. મિયાગીની આબીદા મેનેજમેન્ટ ઓફિસમાં હજી સુધી કોઈ જાનહાનિ અંગે સૂચના આપી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top