દેશમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં દૈનિક કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જે નવા કોરોના કેસના 80.63 ટકા છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું.
સમગ્ર દેશના 74.32 ટકા એક્ટિવ કેસ મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે. જેમાંથી મહારાષ્ટ્રમાં 62.91 ટકા એકટીવ કેસ છે. દેશમાં એકટીક કેસોની સંખ્યા વધીને 3.95 લાખ થઈ ગઈ છે. જે કુલ ચેપના 3.35 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં કુલ 53,476 નવા કેસ નોંધાયા છે. જે આ વર્ષમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.મંત્રાલયે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં એક દિવસના સૌથી વધુ 31,855 (59.57 ટકા) કેસ નોંધાયા છે. ત્યારબાદ પંજાબમાં 2,613 અને કેરળમાં 2,456 કેસ નોંધાયા છે.
દિલ્હી, તામિલનાડુ, છત્તીસગઢ, કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ સહિત દસ રાજ્યોમાં દરરોજ નોંધતા કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.
મંત્રાલયે કહ્યું હતું કે, દેશમાં 8,61,292 સત્રો દ્વાર 5.31 કરોડથી વધુની રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
રસીકરણ અભિયાનના 68મા દિવસે (24 માર્ચ) 23 લાખથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાંથી 38,243 સત્રો દ્વારા 21,13,323 લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ અને 1,89,982 લાખ આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસીનો બીજો ડોઝ મળ્યો હતો.
દેશમાં 24 કલાકના ગાળામાં 26,490 દર્દીઓની રિકવરી નોંધાયેલી સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 1,12,31,650 પર પહોંચ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકના ગાળામાં 251 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે.
દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોમાં છેલ્લા 24 કલાકમાં મૃત્યુ થયા નથી. જેમાં, જમ્મુ-કાશ્મીર, ગોવા, ઉત્તરાખંડ, ઓડિશા, લક્ષદ્વીપ, દમણ, દીવ અને દાદરા અને નગર હવેલી, લદાખ (યુટી), સિક્કિમ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડનો સમાવેસ થાય છે.