uncategorized

સુરતઃ શહેરમાં હવે કોરોનાનો કપરો કાળ સમાપ્ત થવા આવ્યો હોય તેવું જણાઈ આવે છે. છેલ્લા એક મહિનાથી રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને જે ધમાચકડી મચી હતી તે હવે શાંત થઈ છે. સાથે જ ઇન્જેક્શનની ડિમાન્ડ પણ ઘટતા હવે સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે. એક તબક્કે કલેક્ટર ખાનગી હોસ્પિટલોની માંગ સામે માત્ર 20 થી 40 ટકા ઇન્જેક્શન ફાળવી શકે તેવી સ્થિતિ હતી. પરંતુ ધીમે ધીમે ગંભીર દર્દીની સંખ્યા ઘટતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં પણ ઘટાડો થયો છે. આજે શહેરની 131 ખાનગી હોસ્પિટલોએ કલેક્ટર સમક્ષ તેમને ત્યાં કોરોનાના દાખલ દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનની માંગણી કરી હતી. જેમાં વેન્ટિલેટર ઉપર હોય તેવા 82 દર્દી, બાયપેપ ઉપર 135, ઓક્સિજન ઉપર 840, કોમોર્બીડ દર્દીઓ માટે 16 અને અન્ય 83 દર્દીઓ માટે મળી 1156 ઇન્જેક્શનની માંગ કરતા કલેક્ટરે તમામને માંગણી મુજબના ઇન્જેક્શન ફાળવી આપ્યા હતા.

Most Popular

To Top