Business

સેવાલિયા પોલીસના નાક નીચેથી આવેલો 58 લાખનો દારૂ પકડાયો!

નડિયાદ, તા.25
ઠાસરાના વમાલી ગામની સીમમાં મહીસાગર નદીના તટ પર કોતર વિસ્તારમાં મોડી રાતે 12 વાગ્યાના અરસામાં લાખો રૂપિયાના વિદેશી દારૂનું કટિંગ ચાલતુ હતુ. આ કટિંગ દરમિયાન જ લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. સહિતની ટીમ ત્રાટકી હતી.જ્યાં 4 લોકો અંધારાનો લાભ લઈ કોતરોમાં નાસી છૂટ્યા હતા અને પોલીસે 1 ઈસમને ઝડપી પાડ્યો હતો.
ખેડા જિલ્લામાં થર્ટી ફર્સ્ટના પગલે બુટલેગરો સક્રિય થયાં છે અને વિવિધ રીતે લાખો રૂપિયાનો દારૂ અન્ય રાજ્યમાંથી મંગાવી રહ્યા છે. આ જ રીતે રાજસ્થાનના નંબર પ્લેટ વાળી એક લેલન ટેન્કર લાખો રૂપિયાનો દારૂ ભરીને આવી હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાંચને મળી હતી. ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ક્રિસમસની રાત્રે 12 વાગ્યાના અરસામાં ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દારૂના મોટા કટીંગ પર સપાટો બોલાવ્યો હતો. પોલીસને જોતા જ આરોપીઓમાં નાસભાગ મચી હતી. જે પૈકી સંજય રામાભાઈ પરમાર (ઉં.26, રહે. છીકારીયા, તા.ગળતેશ્વર)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી સંજય રામા પરમાર ઝડપાઈ ગયો હતો. જ્યારે અન્ય 4 નાસી છૂટ્યા હતા. જેમાં ઈશ્વર ઉર્ફે ઈશો મનુ પરમાર (રહે. બળેવીયા, તા. ગળતેશ્વર), વિષ્ણુ ચીમન જાદવ (રહે.આગરવા, તા.ઠાસરા), ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અશોક રાઠોડ (રહે.કોતરીયા, તા.ઠાસરા) અને ટેન્કરનો ચાલક ફરાર થઈ ગયા છે. આ ટેન્કરમાં તપાસ કરતા દારૂ રૂ. 58,65,600, પીકઅપ ડાલુ, કાર સહિત મોબાઈલ અને રોકડ મળી કુલ 75 લાખ 71 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Most Popular

To Top