World

ભારતમાં મધ્ય મે સુધીમાં કોવિડ-૧૯થી મૃત્યુના પ્રમાણમાં મોટો ઉછાળો આવશે: અમેરિકી અભ્યાસ

અમેરિકાના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં આગાહી કરવામાં આવી છે કે ભારતમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દૈનિક મૃત્યુઆંકમાં મધ્ય મે સુધીમાં વધુ ઉછાળો આવશે.

યુનિવર્સિટી ઓફ વૉશિંગ્ટન ખાતેના હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન(આઇએચએમઇ) દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ ભારતમાં આગામી ત્રણ સપ્તાહમાં વધુ બે લાખ લોકોના મોત નિપજશે, તે પછી મૃત્યુઆંક ઘટશે.

આ રોગચાળાની પિક ૧૬ મેની આસપાસ આવી શકે છે અને તે સમયે ભારતમાં કોવિડ-૧૯થી દરરોજના ૧૩૦૦૦ કરતા વધુ મૃત્યુ થઇ શકે છે એમ અંદાજ સૂચવે છે અને આ આંકડો ભારતમાં ગઇ કાલે એટલે કે સોમવારે જોવા મળેલા ૨૮૧૨ના આંકડા કરતા ચા ગણો છે. છેલ્લા સપ્તાહથી ભારતમાં નવા દૈનિક મૃત્યુઓ નવા વિક્રમો સર્જી રહ્યા છે. ભારતમાં દૈનિક ચેપના કેસોએ પણ નવો વૈશ્વિક વિક્રમ સર્જ્યો છે.

ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસના કુલ ૧ કરોડ ૭૦ લાખ જેટલા કેસો છે અને ૧૯પ૦૦૦ કરતા વધુના મોત થયા છે. જો કે નિષ્ણાતો ચેતવણી આપે છે કે ખરેખરા આંકડાઓ તો ઘણા વધારે હશે.

આઇએચએમઇના ડિરેકટર ક્રિસ્ટોફર મુરેએ ગયા શુક્રવારે આ અભ્યાસ અંગે બ્રિફીંગ કરતા જણાવ્યું હતું કે સિરો-પ્રિવેલન્સ સર્વેઝ સૂચવે છે કે ભારતમાં તેની કુલ ચેપગ્રસ્ત વસ્તીના માત્ર પ ટકા કેસો જ પકડી શકાય છે. આનો અર્થ એ થયો કે ભારતમાં જેટલા કેસો પકડાય છે તેમને ખરેખરા આંકડા માટે ૨૦થી ગુણવા જોઇએ. ભારતમાં દર ચારમાંથી એકને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોઇ શકે છે એમ આ સંસ્થાનો અહેવાલ જણાવે છે.

Most Popular

To Top