Gujarat

પરીક્ષા રદ કરવાના નિર્ણયે કોરોનાના આંકડાઓ છુપાવવાની રમત રમતી સરકારની પોલ ખોલી નાંખી

કોરોનાનો કાળ શરૂ થયો ત્યારથી જ શૈક્ષણિક ક્ષેત્ર અંગે મહત્વના નિર્ણયો લેવામાં રાજ્ય સરકાર સદંતર ફેઇલ ગઇ છે. જેમાં ખાસ કરીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈ ભારે ચિંતા મુંઝવણ અને દ્વિધામાં મૂકાયા હતાં. સરકારના અણધડ વહીવટ અને નિર્ણાયક શક્તિના અભાવે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ સતત છેલ્લા ઘણા સમયથી તનાવ અને ચિંતામાં રહ્યા છે. રાજ્યની વિજય રૂપાણી સરકાર દિલ્હીની સૂચના પછી જ નિર્ણય કરતી રબર સ્ટેમ્પ સરકાર છે, તેવું ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાના નિર્ણયથી સ્પષ્ટ થાય છે, તેવું પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.

ડૉ. મનીષ દોશીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના ભારણના કારણે લાંબા સમયથી માનસિક તાણ અનુભવી રહ્યાં હતાં. રાજ્ય સરકાર પરીક્ષા લેવી કે ન લેવી તે અનિશ્ચિતતા અંગે નિર્ણય કરવામાં અતિ વિલંબ કરવાથી લાખો વિદ્યાર્થી – વાલીઓ ચિંતા અને ડર – ભયમાં સમયપસાર કરી રહ્યાં હતાં. એકતરફ કેન્દ્ર સરકાર સીબીએસઈની ધોરણ-૧૨ ની પરીક્ષા અંગે નિર્ણય કરવા જઈ રહી હતી તેવા સમયે ગુજરાત સરકાર ધોરણ-૧૨ ની પરીક્ષા અંગે સમયપત્રક જાહેર કરી રહી હતી.

સરકારના અણઘડ નિર્ણયોથી લાખો વિદ્યાર્થી – વાલીઓ સતત તણાવમાં જીવી રહ્યાં હતાં. કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓ – બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મુખ્યમંત્રી અને મહામહીમ રાજ્યપાલ સમક્ષ પરીક્ષા રદ કરવા તાત્કાલીક નિર્ણય કરવા રજુઆત કરી હતી. તેમ છતાં કોઈ જ નિણર્ય લેવામાં આવ્યો નહતો અને છેવટે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને લાબાં સમય સુધી તણાવ અને ચિંતામાં રાખ્યા બાદ દિલ્હી દરબારના આદેશ બાદ પરીક્ષા રદ કરવો નિણર્ય કર્યો છે, જે સ્પષ્ટ કરે છે કે રાજ્ય સરકાર દિલ્હીના ઈશારે કામ કરે છે. તેમનો રાજ્યના વિદ્યાર્થીઓ કે વાલીની કોઈ જ ચિંતા નથી.

Most Popular

To Top