SURAT

સિવિલમાં 54મુ અંગદાન: ઓલપાડના 27 વર્ષીય યુવકના લિવર અને બે કિડનીનું દાન કરાયું

સુરત: અંગદાનના મહાદાન વિશે વધતી જાગૃતતા સાથે શહેરની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ખાતે આજે 54મુ અંગદાન (Organ Donation) કરવામાં આવ્યું હતું. મૂળ બિહારના (Bihar) અને સુરતના ઓલપાડ તાલુકાના ઓરમા ગામે રહેતા તેમજ સંચા ખાતામાં કામ કરતા બ્રેઈનડેડ ઇન્દલકુમારના લિવર અને બે કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના જાફરપુરના વતની 27 વર્ષીય ઇન્દલકુમાર મહતોનું બ્રેઇન ડેડ થતા તમને મૃત જાહેર કરાયા હતા. યુવક તા 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે રાત્રે 9 વાગ્યે ઓરામા ગામ ખાતે બાઇક પર જઇ રહ્યો હતો. દરમિયાન તેનો અકસ્માત થયો હતો. ત્યાર બાદ તે રસ્તા પર જ બેભાન થઇ જતા સાથી મિત્રએ ઘરપરિવારને જાણ કરી હતી અને 108 ઈમરજન્સીનો સંપર્ક કરી ઓલપાડ ખાતે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

ઓલપાડથી વધુ સારવાર માટે રાત્રે 10 વાગ્યે પીડિતને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં શિફ્ટ કરાયો હતો. યુવકને માથાના ભાગે હેડ ઈન્જરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ ઓલપાડ હોસ્પિટલમાં સઘન સારવાર બાદ આજે તા.17 ના રોજ સવારે 7:14 વાગ્યે તેને બ્રેઇન ડેડ જાહેર હરાયો હતો. આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ડૉ. પરેશ ઝાંઝમેરા અને ડૉ. કેયૂર પ્રજાપતિએ તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતા.

યુવકની મૃત્યુ બાદ ઇન્દલકુમાર મહતોના પરિવારના સભ્યોને આર.એમ.ઓ ડૉ.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ બ્રેઈનડેડ ઇન્દલકુમારના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. તેમજ ઓલપાડના ઓરામાં ગામે રહેતા તેમના પત્ની પ્રિતિકુમારી સહિત પરિવારે સંમતિ આપતા આજે સવારે યુવકની બે કિડની અને લીવરને અમદાવાદની IKD હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

Most Popular

To Top